મહેનતનું પરિણામ
મહેનતનું પરિણામ
એક સમયની વાત છે. નાનાકોટડા કરીને એક ગામ હતું. તે ગામમાં બે પૈસાદાર માણસો રહેતા હતા. નરેશનો છોકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. જ્યારે પરેશનો છોકરો આળસુ હતો. નરેશના છોકરાનું નામ મગન હતું. જ્યારે પરેશના છોકરાનું નામ છગન હતું. તે બંને ગાઢ મિત્રો હતા. તેઓ કોલેજમાં સાથે જ ભણતા હતા. મગન અને છગનની પરીક્ષા નજીક આવતી ગઇ.
એક દિવસ મગનના પપ્પાએ કહ્યું કે, "બેટા પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે ?" મગને કહ્યું કે, "પરીક્ષાની તૈયારી ખુબ જ સરસ ચાલે છે." મગનના પપ્પા ત્યાંથી જતા હોય છે. ત્યારે તેમને મગનને બોલાવીને પૂછ્યું. કે તું તૈયારી કેવી ચાલે છે. ખુશ થઈ કહે કે ખૂબ સરસ. મગને તેના પિતાને કહ્યું કે, "પિતાજી હું પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ જાવ. તો તમે મને એક સરસ મજાની બાઇક ખરીદી આપશો." તેના પપ્પા રાજી થઈ ગયા અને હા પાડી. હવે તેને બાઈકના વિચાર આવવા લાગ્યા. મગન પરીક્ષાની સખત તૈયારી કરવા લાગ્યો. જ્યારે છગન ભગવાનના ભરોસે બેસી રહે છે.તેને મનમાં એમ હતું કે ભગવાન મને પરીક્ષામાં પાસ કરી દેશે. જ્યારે પરીક્ષાનો સમય આવે છે.ત્યારે બંને પરીક્ષા આપીને ઘરે આવ્યા. ત્યારબાદ થોડાક દિવસ પછી પરીક્ષાનું પરિણામ આવે છે. તેમાં મગનનો પ્રથમ નંબર આવે છે અને છગન નપાસ થાય છે. પછી મગનને તેના પપ્પાએ બાઈક લાવીને આપે છે.જ્યારે છગન ખૂબ જ દુઃખી થાય છે.
આમ, આપણે પણ મહેનત કરીએ નહિ અને ભગવાનના ભરોસે બેસી રહીએ. તો કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી જોઈએ.
