STORYMIRROR

Parth Chauhan

Children Stories Inspirational Children

3  

Parth Chauhan

Children Stories Inspirational Children

કામની ધગશ

કામની ધગશ

1 min
362

એક સમયની વાત છે. કોઈક રાજ્યના રાજાએ પોતાના રાજ્યમાં એક સારા ચિત્રકાર ને બોલાવ્યો. અને તે રાજાએ પોતાનું ચિત્ર દોરવા માટે આપ્યું. ચિત્રકાર ખુલ્લા મેદાનમાં પોતાના સાધન સામગ્રી લઈને રાજાનું આબેહુબ ચિત્ર દોરવા માટે બેસી ગયો. ચિત્ર આબેહુબ હતું તેથી રાજ્યના કેટલાક લોકો તેને જોવા માટે આવતા હતા. રાજ્યમાંથી આવતા લોકોમાં એક ગામડાનો માણસ આવ્યો.

           તેને રાજાની બીજી એક બાજુમાં પડેલ આબેહુબ ચિત્ર જોઈને ચિત્રકાર ને પૂછ્યું કે ભાઈ હું તને એક વાત કહું. ત્યારે પેલા ચિત્રકારે તે ગામડાના માણસ ને કહ્યું બોલો. ત્યારે ગામમાંથી આવેલ માણસે કહ્યું કે તમે બે ચિત્ર કેમ બનાવ્યા છે. ત્યારે ચિત્રકારે કહ્યું કે હું બીજુ ચિત્ર એટલા માટે બનાવું છું કે રાજાના પહેલા ચિત્રમાં સામાન્ય ડાબા હાથની આંગળી પર સામાન્ય ડાઘ થયો છે. ત્યારે ગામડાના માણસ તે ચિત્ર નજીક જઈને જોયું તો તેને ખબર પડે ત્યાં ચિત્રમાં સામાન્ય ગયો છે. તો તેને કહ્યું કે ભાય તમે કહ્યું ત્યારે મને ખબર પડી દૂરથી ડાઘ દેખાતા નથી. તો શા માટે તમે રાજાનું આબેહુબ ચિત્ર બનાવવા માટે ફરીથી મહેનત કેમ કરો છો. ત્યારે ચિત્રકારે કહ્યું કે ભાઈ ભલે આ ચિત્રમાં ડાઘ છે કે નથી તે કોઈને ખબર પડે કે ન પડે પરંતુ હું અને મારા ભગવાન તો જાણીએ છીએ. પરંતુ હું કામમાં કોઈપણ જાતની ભૂલ રાખવા માગતો નથી. તેથી જ એ રાજાના બીજું ચિત્ર બનાવવા માટે સખત મહેનત કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન