STORYMIRROR

Parth Chauhan

Children Stories Inspirational Children

3  

Parth Chauhan

Children Stories Inspirational Children

રાજાની લાપરવાહી

રાજાની લાપરવાહી

1 min
231

બહુ સમય પહેલાની વાત છે. એક ધનપતરાજ કરીને રાજા હતા. તે મહેલની બહાર ચાલતા ચાલતા પોતાના હિંચકા પર જઈ બેસી ગયા. અને રાજાએ જોયું તો પોતાના મહેલના ગેટની સામે એક ભિખારી બેસેલો હોય છે. રાજા ભિખારીને પોતાની પાસે બોલાવે છે. ભિખારીએ કહે છે કે મને ખાવાનું આપો ને ભિખારીની વાત સાંભળી રાજા બોલ્યા હમણાં સૈનિક આવશે એટલે તને આપશે એ સાંભળી ભિખારી ખુશ થઈ ગયો અને સૈનિકની રાહ જોવા લાગ્યો થોડીવાર પછી ભિખારી ઊભો થયો અને રાજા ને કહ્યું કે સૈનિક હજુ આવ્યો નથી અને મારા ઘરે છોકરા પણ ભૂખ્યા છે. જેથી મને જલ્દી ખાવાનું આપો. રાજાએ કહ્યું કે હમણાં સૈનિક આવશે એટલે તને આપશે. ભિખારી પાછી થોડી વાર બેસી ગયો. અને સૈનિકની રાહ જોવા લાગ્યો રાહ જોતા જોતા ખૂબ સમય લાગ્યો તેના પછી તેણે રાજાને કહ્યું કે તમારા સૈનિક ને બોલાવી અને કહો કે મને ખાવાનું આપે. પરંતુ સૈનિક આવ્યો નહીં. 

પેલા ભિખારીથી રહેવાયું નહીં અને તે રાજાને બોલી ઊઠ્યો કે થોડીવાર તમે રાજાને બદલે માણસ થઈને તો વિચારો ત્યારે રાજા માણસની જેમ વિચારે છે. ત્યારે રાજાને પોતાની ભૂલ સમજાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન