Dhruvee Pujara

Inspirational Children

4.1  

Dhruvee Pujara

Inspirational Children

માસુમ હસી

માસુમ હસી

3 mins
162


એની એ માસુમ હસી દિલ પર અદભુત, અવિસ્મરણીય અને ઊંડી છાપ છોડી ગઈ.

આજની સવાર તારાને કઇક વધારે જ સુંદર લાગતી હતી કારણકે ઘણા સમય પછી તારા હોસ્ટેલથી ઘરે જઇ રહી હતી. એના ચહેરા પરની ખુશી આજ કઇક અલગ હતી. એના ચહેરા પરનો તેજ આજ સૂર્યના તેજને પણ ઝાંખો પાડે એવો હતો. હોસ્ટેલના ઝાંપાથી બહાર નીકળતા એને એવુ લાગતુ હતુ કે કોઈ જેલમાંથી છુટી આજ એ આઝાદ થઇ ગઇ છે. કારણકે હોસ્ટેલ અને ઘરમા જમીન આકાશનો ફરક છે. હોસ્ટેલ ગમે તેટલી સારી હોય પરંતુ ઘરની સામે કઇ જ નહી. હોસ્ટેલમા નિયમોના બંધનોમા રહેવુ પડે ને ઘરે આપણે આપણી મરજીના માલિક. એટલે તારાની ખુશીનો આજ પાર નહોતો..

બસ આવવાને હજુ ઘણીવાર હતી એટલે તારાએ વિચાર્યુ કે ચા નાસ્તો કરી લવુ. એટલે હોસ્ટેલની બાજુમા ચા નાસ્તો કરવા રોકાણી.

એક ચા અને બ્રેડ મંગાવી. હજુ તો બ્રેડનો એક ટૂકડો મોઢામા નાખ્યો ત્યા જ એક નાનકડો છોકરો આવ્યો. નાહયેલો નહીને માથુ ઓરેલુ નહીને કપડા પણ ગંદા. પણ એનો ચહેરો માસૂમ. આવીને  તારાને કહે કે પૈસા આપો ભૂખ લાગી છે. આમ તો કોઇ આવી રીતે પૈસા માંગવા આવે તો તારા કઇ આપતી નહી કારણકે એ એવુ માનતી કે ભીખમા પૈસા માંગવા એ આજકાલ એ લોકોનો ધંધો બની ગયો છે એટલે તારાએ એને કીધુ પૈસા જોઈએ છે તો નહી આપુ પણ કઇ ખાવુ હોય તો બોલ.

છોકરાએ એકદમ દયા આવી જાય એવા ભાવે કહયુ ચા પીવી છે. ને તારાએ હા પાડીને ચા આપવા ચા વાળાને કહયુ. એના હાથમા ચા આવી એવીજ એકબીજી નાનકડી છોકરી આવી. એ પણ જાણે નાહયી ના હોય એવી લાગતી..ખુલ્લા વાળ ને ગંદા કપડા પહેર્યા હતા. પરંતુ એક પળ માટે તારાની નજર એના ચહેરા પરથી ખસી જ નહી. એના ચહેરાની માસૂમિયત એ તારાનુ મન મોહી લીધુ તુ. પછી એ બે જણ ત્યાંથી નીકળી બાજુની ટ્રાવેલ્સની દુકાનના બાંકડે જઇ બેસી ગયા.

તારાની નજર ચા પીતા પીતા એમના પર પડી. એક અડધી ચામાંથી બે જણા પીતા હતા. એમને જોઇ ખાસ એ બાળકીને જોઇ તારાને દયા આવી ગઈ. એને પોતાનુ બ્રેડ એ છોકરીને આપ્યુ. અને એ તારા સામે જોઇ એવી ખુશ થઈ કે જાણે મે એને બ્રેડ નહી કોઇ કીમતી વસ્તુના આપી દીધી હોય. એની એ હસીમા કઇક અલગ જ તેજ હતુ જેને તારા આજસુધી નથી ભૂલી શકી. એની હસી તારાના મનમા અદભૂત, અવિસ્મરણીય અને ઊંડી છાપ છોડી ગઇ. તારા બસ સ્ટેન્ડ જતા રસ્તામા ઘડે ઘડે  પાછળફરી એ બાળકી સામુ જોતી. જાણે એનુ મન અને નજર એ બાળકીના માસૂમ ચહેરા પર જ ચોંટી રહી હોય.

બસમા બેઠા પછી પણ તારાની સામે એ બાળકીનો હસતોચહેરો ઘડીએ ઘડીએ તરી આવતો. તારા આખા રસ્તે એ બે નાના બાળકો વિશે જ વિચારતી રહી. એ વિચારતી હતી કે એણે નાના છોકરાને અડધી ચા આપી તોય એને એમાંથી એ ઓલી નાની છોકરીને આપી. ને ઓલી છોકરી જેને બ્રેડ આપ્યો એણે એ બ્રેડના થોડા ટૂકડા ઓલા છોકરાને આપ્યા. એ બે ને જોઇએ તો એમ લાગે કે કેટલા ભૂખ્યા છે ને એ ભુખ પ્રમાણમા ખાવાનુ ઓછુ. તોય એકબીજાને આપ્યુ. એમની જગ્યાએ જો આપણે હોઇયે તો આપણને બહુ ભાવતી એક ચોકલેટ પણ કોઈને અડધી આપવાનો જીવ નથ ચાલતો ભલે ને આપણે એવી વસ્તુ લાવી શકતા હોઇએ. તો પછી કોઇને ખવડાવવાની તો દૂરની વાત છે.

આમ જોવા જઈએ તો એ બાળકી પાસે કઈ જ ન હતુ તોય એના ચહેરા પર ખુશી, શાંતિ અને સંતોષ હતો. જ્યારે તારા એના કરતા ઘણી સુખી હતી તોય એ નાની વાતે ક્યારેક દુઃખી થઈ જતી એના મનને શાંતિ કે સંતોષ નહોતો.

આજ તારાને એ નાનકડી બાળકી એ ઘણુ બધુ શીખવાડી દીધુ. જેમકે જીવનમા નાની નાની ખુશીયો મળે તો ખુશ થવુ.. ગમે તેટલુ દુઃખ હોય ચહેરા પર દુઃખ નહી આવવા દેવાનુ.. ચહેરો હંમેશા હસતો જ રાખવાનો. ભગવાને આપણને જે આપ્યુ એમા સંતોષ માણવાનો ને એમનો આભાર માનવાનો કારણકે આપણને જેટલુ મળ્યુ એટલુ ય કદાચ બીજાને ન મળ્યુ હોય. માનવરૂપી જીવન વારંવાર નથી મળતુ. મળ્યુ છે તો મન ભરીને જીવી લો કોઇ અફસોસ, શોક કે ચિંતા વગર.

ઘણીવાર બાળકો પણ ઘણુ બધુ શીખવાડી જાય છે એ આજ તારા માટે સાચુ સાબિત થયુ..


Rate this content
Log in

More gujarati story from Dhruvee Pujara

Similar gujarati story from Inspirational