મારી ઈચ્છા શું ?
મારી ઈચ્છા શું ?
"મને શુ ગમે છે એ મને ક્યારેય કોઈ એ પુછ્યું ?
મને શુ જોવે છે ક્યારેક તો કોઇક મને પૂછો.
મારે શુ જોવે છે એ મને ક્યારેય કોઈ એ પુછ્યું. ?
મને શુ કરવું છે એ ક્યારેક તો કોઇક મને પૂછો.
રે ક્યારે ક્યાં જવું છે એ મને ક્યારેય કોઈ એ પુછ્યું ?
મારી ઇચ્છા શુ છે એ ક્યારેક તો કોઇક મને પૂછો."
દરેક જગ્યા એ દરેક ઘરમાં દરેક દિકરીની એક જ ફરીયાદ હોય છે મને શુ ઇચ્છા છે મને તો કોઇક પૂછો ? શુ આવુ થાય છે ખરેખર આજના સમયમાં પણ આ તો એકવીસમી સદી ચાલે છેનાં એવું બની જનાં શકે ઘણાં આવુ પણ કહેતાં હોય છે પણ હુ એક દિકરી છું આજનાં સમાજની જ આજનાં જ યુગની મે આસપાસ જોયું છે મે પોતે પણ અનુભવ્યું એટલે જ હુ આપણા દેશની આટલી કડવી વાસ્તવિકતા લખી શકુ.
લોકો કેમ આવુ કરતા હશે એ મને નથી સમજાતું કોઈને કહો કે દિકરીને શુ કરવું છે એ એને પૂછી જોવો તો એમ કહેશે બધાં કે એને શુ ખબર પડે ? માંરો આવા લોકોને એક જ જવાબ છે કે જો સાચું દિકરીને ખબર જ પડતી હોતને તો તમે આ દુનિયામાં પગ જ ન મુકી શક્યા હોત કેમકે એક દિકરી જ છે જે બધુ સહન કરીને પુરુષ જાતને જન્મ આપે છે જો એને ખબર પડતી હોતને તો તમને દુનિયામાં આવા જ ન દેત.
આજના દરેક પુરુષ એ એક વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે એને જન્મ આપનારી એક દિકરી જ છે લોકો એમ કહે "દિકરી સાપનો ભારો" છે સાપનો ભારો મતલબ કે બહું બધાં સાપનાં બોજાને ભારો કહી શકાય દરેક લોકોને આવી ખબર છેમાંરા મતે કહું તો "દિકરો એ સાપ છે" બધાં સાપને ભેગા રાખવાની તાકાત સાહેબ, "સાપનાં ભારામાં જ હોય" છે. બાકી કોઈનાંમાં હિમ્મત છે જે ઘરને જોડીને રાખી શકે જે ઘરને સ્વર્ગ બનાવી શકે એ હિમ્મત ફક્તને ફક્ત છોકરીમાં જ હોય છેને.
ઘરને સ્વર્ગ છોકરી બનાવે ઘરનાં બધાં કામ પણ છોકરી જ કરે તો પણ નિર્ણય લેવામાં બધાં એમ કે એને ખબર ન પડે તો જેને ખબર પડે છે એવાં પુરુષોનેમાંરે પૂછવું છે કે જો ખરેખર તમને ખબર પડે જ છે તો શુ કામ આખું ઘર એ બુદ્ધિ વગરની છોકરીને સોપો છો ? તમે જ સંભાળો ઘર અને તમે જ નિર્ણય લ્યોને આવુ કરવાની ઔકાત નથી કોઈનાંમાં બાકી સાહેબ જે ઘર સંભાળી શકેને એ પોતાના નિર્ણય પણ સાચા જ લઇ શકે.
"મે બેટી હુ મે કુછ કરના ચાહતી હુ....
મે બેટી હુ મે કુછ બનના ચાહતી હુ...
મે બેટી હુ મે અપને પેર પર ખડી હોના ચાહતી હુ...
મે બેટી હુ મે આપકાનામ રોશન કરના ચાહતી હુ...
મે બેટી હુ મે અપના ફૈસ્લા ખુદ કરના ચાહતી હુ....
મે બેટી હુ મે બેટે કા પ્યાર પાનાં ચાહતી હુ....
મે બેટી હુ પરમાં-બાપુ મે આપકા બેટા બનના ચાહતી હુ...."
જે દિવસે ખરેખર 'દિકરો દિકરી એક સમાન'નું સૂત્ર સાર્થક થાશે એ દિવસે લોકો સાપ કરતા સાપનો ભારો જ વધું પસંદ કરશે મને ગર્વ છે કે હુ સાપનો ભારો છું કેમકે સાહેબ "સો દિકરા જન્મેને ત્યારે એ બધાં સાપનો ભાર ઉતારવા એક દિકરી એટલે કે એક સાપના ભારાનો જન્મ થાય."
ઘણાં લોકો દિકરીનાં જન્મ પર જલેબી વેંહચે અને દિકરાનાં જન્મ પર પેંડા એનો પણ ખૂબ સરસ મતલબ છે દિકરો છે એ પેંડા જેવી સીધી મુસીબત પણ માંંડમાંંડ હલ કરતો હોય છે જ્યારે દિકરી તો જલેબી જેવી ગૂંચડાવાળી મુસીબત પણ ઝડપ થી હલ કરી દે છે એટલે જ કેહવાય છે કે, દિકરાનો બાપ બનવું તો ભાગ્યની વાત છે, પણ દિકરીનો બાપ બનવું તો સૌભાગ્યની જ વાત હોય વહાલા.'
આજના સમયમાં બધાં બોલે છે દિકરી સારી પણ હંમેશા બીજાની જ કોઈને દિકરી જોતી નથી પણ ધરની વહુ દરેકને જોવે છે કેમ આજનાં સમયમાં પણ આવુ થાય છે એ જ નથી સમજાતું મને દરેક જગ્યા એ દિકરીને જો સાચું સમાન મહત્વ આપવું હોયને તો બધે જ એક છોકરાં સામે એક છોકરીને જ લ્યો આ જ ન્યાય છે બાકી 33% ન્યાય ન કેહવાય આ તોનાના બાળકોને સમજાવ્યું હોય એવું કરે છે.
મારે ખરેખર બદલાવ જોવે છે ખરેખર એક દિકરીને એનાં સ્થાન પર પહોંચાડવી છે એમાંટે જ હુ લખું છુંમાંરી કલમે અને આજની કડવી વાસ્તવિકતા જ છે આ બધી બાબતો હવે હુમાંરી કલમને વિરામ આપુ છું. દરેક માંરી વાર્તા વાંચીને સાચું લાગે તો અભિપ્રાય આપજો.
