મારા ;લોકડાઉનના અનુભવો
મારા ;લોકડાઉનના અનુભવો


જયારે લોકડાઉન શરૂ થયું ત્યારે આમ થયું કે કેવી રીતે સમય પસાર કરશું. પરંતુ જેમ એક એક દિવસ વધ્યો તેમ તેમ જાણે કે આટલા વર્ષો પછી મને મારા માટે જીવવાનો ભગવાને સમય આપ્યો હોય એવું લાગ્યું. એક બાજુ થોડો ભય પણ હતો ને સલામતી પણ જરૂરી હતી. પણ શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ આ સમય પણ જતો રહેશે. તેમ સમય જવા લાગ્યો. મેં એક જાણે કે સમયપત્રક બનાવી લીધું. રોજ બપોરે સુવાનું ઓછું કરીને વાંચવું. જેમાં ધાર્મિક પુસ્તકો , પોઝિટિવ વિચારોના પુસ્તકો, ડાયનેમિક પુસ્તકો વિગેરે અને સોશ્યિલ મીડિયાનો સદુપયોગ કર્યો કે જેમાં શ્રેષ્ઠ વક્તાઓના વ્યાખ્યાન, લાઈવ
વિડિઓ, ગાયક કલાકારોના ગીત- સંગીતના કાર્યક્રમો માણ્યા અને સેવાભાવી કાર્યકરોની માનવતાને દાદ આપવાનું મન થઈ જાય એવા સેવાયજ્ઞ જોયા.
આ સમય દરમિયાન લખવાની પણ પ્રેરણા મળી જેણે મારા જીવન ને એક નવો વળાંક આપ્યો. ક્વિઝ સોલ્વ કરવાનો, કેરમ, અંતાક્ષરી, ગાવું, ઓન લાઇન મિટિંગ મ્યુચ્યુલl ફંડ વિશે માહિતી આપતી અટેન્ડ કરી. અને એક સુંદર પ્રતીતિ થઈ કે જયારે પોતાના માટે સમય મળે છે ત્યારે આપણામાં રહેલ અનેક કાર્યક્ષમતા, ટેલેન્ટ બહાર લાવવાનો મોકો મળે છે. જે ખુદ આપણે પણ જાણતાં નથી હોતા. કવિતા પર પણ હાથ અજમાવ્યો. કદાચ આમ કહી શકાય કે સપના પુરા કરવાનો