કડવા લીમડાનો મીઠો છાંયડો
કડવા લીમડાનો મીઠો છાંયડો


તારીખ ૫ એપ્રિલ ૨૦૨૦ બપોરનો સમય હતો. હું બહાર બેસીને વાંચતી હતી. એવામાં એક ઝોકું આવી ગયું ને આંખ ખુલી ત્યાં સામેજ આવેલું લીમડાનું ઝાડ એના પર આંખો આવીને થોડીવાર માટે સ્થિર થઈ ગઈ. ને વિચાર આવ્યો કે સ્વાદમાં કડવા લીમડાનું ઝાડ ઉનાળામાં ધોમધખતા તાપમાં કેવો ધીરા ધીરા મંદ મંદ પવન સાથે છાંયડો (મીઠો) છાંયડો આપે છે. અને આ ગરમીમાં જયારે આપણે ફુલ પંખા અને એ.સી.માં સુતા હોઈએ છીએ. ત્યારે વિચાર આવે કે જેમની પાસે આ સુવિધા નથી એ કેમ રહેતા હશે એ અનુભવ્યું. અને કુદરતની આ રચના પર વિચારતા થઈ જઈએ એવું થયું.
અને લુમેઝુમે ડાળીઓ પર બેઠેલો મોર જે જાણે કે પંખાની જેમ પવન નાખતો હોય ! એના લીલા પર્ણ કે જેના સામે સ્થિર નજરે જોવાથી આંખને પણ શાંતિ મળે છે.અમારા ઘરની સામેજ આ લીમડો અડીખમ ઉભો છે કે જે એક પ્રકારે આ મુક સેવક છે જેને કોઈ પાણી ન આપે તો પણ એ તો છાંયો આપે જ છે.જેમ "છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય "
વળી બાજુમાં જ આંબો છે કે જે પણ ત્રણ કે ચાર વર્ષ પહેલાં કોઈ એ વાવેલ જેમ પહેલીલી પેઢી ના સત્કર્મના ફળ આજની ત્રીજી કે ચોથી થી પેઢી ખાય ઓર મેળવે છે. તેમ અમારી આખી શેરી અને અમે આ ફળ ખાઈએ છીએ.
કહેવાનો મતલબ કે દરેક પરિસ્થિતિ માંથી પસાર થવું જરૂરી છે અને એનો પણ એક આનંદ , એક લ્હાવો છે.
કુદરતની અભૂતપૂર્વ રચના !