માછીમાર અને તેની પત્ની
માછીમાર અને તેની પત્ની
એક દરિયાને કિનારે એક માછીમારનું ઘર હતું. માછીમાર દરરોજ કાંટાથી માછલીઓ પકડીને લાવે. ત્યારે તેની પત્ની કહે, ‘હું આંખો દિવસ આ ઝુંપડું સાફ કરું છુ તોય તે પાછું ગંદુ થઈ જાય છે.’ માછીમારને પોતાની પત્નીને ખુશ કરવી હતી.
એકવાર માછીમાર દરિયા કિનારે જઈ માછલી પકડવા કાંટો નાંખ્યો. તો કાંટો ભારે લાગવા લાગ્યો. તેને થયું કે નક્કી કાંટામાં કોઈ મોટી માછલી પકડાઈ છે. તેણે કાંટો ઉપર ખેંચ્યો. જોયું તો કાંટામાં નાની જ માછલી હતી. માછીમારે માછલીને પૂછ્યું, ‘તું તો આટલી નાની છે તો પછી આટલી બધી ભારે કેમ છે.' ત્યારે માછલીએ કહ્યું, ‘હું બધી માછલીઓ જેવી નથી, પણ બધા કરતાં અલગ છુ.’ આ જોઈને માછીમારને નવાઈ લાગી કે આ માછલી તો બોલે છે. માછલીએ માછીમારને પોતાને છોડી દેવાની વિનંતી કરી. માછીમારે પણ તેણે છોડી મૂકી.
માછીમાર પોતાના ઘરે પાછો આવ્યો. અને પોતાની પત્નીને બોલાવી માછલી વાળી વાત કરી. આ સાંભળી માછીમારની પત્ની તો ખુશ ખુશ થઈ ગઈ. તેણે માછીમારને કહ્યું, ‘અરે તો તો એ માછલી ચોક્કસ જાદુવાળી હશે. તમે દરિયા કિનારે પાછા જાઓ. અને એ માછલીને કહો કે આપણાને એક ઘર આપે.’ આ સાંભળી માછીમારે કહ્યું, ‘પણ માછલી આવું કેવી રીતે કરી શકે ?’ તેમ છતાં પત્નીના કહેવાથી તે દરિયા કિનારે ગયો. અને માછલીને બોલાવી.
‘જાદુઈ માછલી ઓ જાદુઈ માછલી... જરા બહાર આવ.’ આ સાંભળી માછલી તો બહાર આવી. તેણે માછીમારને પૂછ્યું, ‘ભાઈ તારે શું જોઈએ છે ?’ ત્યારે માછીમારે કહ્યું કે’મારી પત્નીને નવું ઘર જોઈએ છે.’ ત્યારે માછલીએ કહ્યું, ‘તમે ઘરે જાઓ તેની પાસે નવું ઘર હશે.’ માછીમાર તો પાછો ઘરે આવ્યો. જોયું તો પોતાના ઝુંપડાની જગ્યાએ એક સુંદર મોટું ઘર હતું. તેણે પોતાની પત્નીને પૂછ્યું, ‘હવે તો તું ખુશ છે ને !’
ત્યારે તેની પત્ની બોલી, ‘ના મારે તો મોટો મહેલ જોઈએ છે. તમે પાછા માછલી પાસે જઈ મહેલ માંગો.’ માછીમાર તો પોતાની પત્નીને ખુશ કરવા પાછો દરિયા કિનારે ગયો. અને માછલી પાસે મહેલ માંગ્યો. માછીમારે પાછુ આવીને જોયું તો તેના મોટા ઘરની જગ્યાએ એક ભવ્ય મહેલ બની ગયો હતો. તેણે ઘરમાં જીને જોયું તો તેની પત્ની રાણી બની ગઈ હતી. તેની આજુબાજુ પ્રધાન અને સિપાહી ઉભા હતા. આ બધું જોઈ માછીમાર તો ખુશખુશ થઈ ગયો. તેની પત્નીને પૂછ્યું, ‘હવે તો તું ખુશ છે ને ?’ ત્યારે તેની પત્નીએ કહ્યું, ‘ના હવે મારે અદ્રશ્ય થાવું છે. કોઈમાને જોઈ જ ન શકે. તમે માછલી પાસે પાછા જાઓ.ત્યારે હું ખુશ થઈશ.’
માછીમાર તો માછલી પાસે પાછો ગયો. અને કહ્યું, ‘મારી પત્નીને અદ્રશ્ય થાવું છે.’ માછલી કહ્યું તું પાછો મહેલમાં જે તે અદ્રશ્ય થઈ ગઈ હશે.’ માછીમાર મહેલમાં પાછો આવ્યો ત્યારે સાચે જ તેની પત્ની અદ્રશ થઈ ગઈ હતી. તેનો અવાજ સંભાળતો હતો. પણ તે દેખાતી ન હતી. તેણે પોતાની પત્ની સાથે વાતો કરી તે ખુશ હતી. આમને આમ અઠવાડિયું થઈ ગયું. પણ હવે તેની પત્ની અદ્રશ્ય રહીને થકી ગઈ હતી. તે જીવનનો કોઈ આનંદ માણી શકતી નહતી. તેણે પોતાના પતિને કહ્યું, ‘મારે હવે અદ્રશ્ય નથી રહેવું. મારે પાછા જેવા હતા તેવા થઈ જવું છે. તમે માછલી પાસે પાછા જાઓ.
પછી માછીમાર માછલી પાસે પાછો ગયો. તેણે જાદુઈ માછલીને પછી પાછી જેવીં હતી તેવી કરી નાખો.’ ત્યારે માછલી બોલી, ‘હું તેને હતી એવી કરી નાખું પણ એમ કરવાથી મહેલ, દાસી, સિપાહી, પ્રધાન બધું ગાયબ થઈ જશે. માછીમારે તેના માટે હા પાડી. માછલીએ પોતાના જાદુથી માછીમારની પત્નીને જેવી હતી તેવી કરી નાંખી. તેની સાથેજ મહેલ અને બધું જ ગાયબ થઈ ગયું. પણ તોય માછીમારની પત્ની ખુશ હતી.
બોધ : આપણને જે મળ્યું હોય તેમાં જ ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
