STORYMIRROR

DEVANG TRIVEDI

Inspirational Others

3  

DEVANG TRIVEDI

Inspirational Others

મા

મા

2 mins
16K


મા એક એવો શબ્દ છે કે, જે આ દુનિયાનો સૌથી મૂલ્યવાન અને મીઠો શબ્દ છે. મા આપણને આ જગતમાં સૌથી વધુ વહાલ કરે છે. ગુજરાતીમાં એક કહેવત છે, ‘ગોળ વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર. ખરેખર જેને મા નથી તેનો સંસાર સુનો થઈ જાય છે.

માને લીધે જ આપણે આ દુનિયામાં આવ્યા છીએ. મા આપણી બધી જ ઇચ્છાઓ પૂરી કરે છે. જયારે આણાથી કોઈ ભૂલ થાય અને પપ્પા આપણને વધે છે ત્યારે, મા જ આપણો પક્ષ લઈને પપ્પાના ગુસ્સામાંથી બચાવે છે. અને પોતાના ખોળામાં બેસાડી વ્હાલથી લાડ કરે છે.

કોઈવાર મા આપણને વધે તો તે પોતે પણ રડે છે. અને આપણે પણ રડતા રડતાં માના ખોળામાં જ જઈને પડીએ છીએ. માનો પ્રેમ સાગર જેવો વિશાળ છે. તેના પ્રેમની કોઈ સીમા હોતી નથી.

કવિ બોટાદકર પણ પોતાની કવિતામાં માના ગુણ ગાય છે,

‘વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’

એટલે કે ચોમાસું વાદળું તો ઘડીક જ વરસે છે જયારે માનો પ્રેમ તો આજીવન આપણી પર વરસતો જ રહે છે. મા હમેશા પોતાના બાળકની ચિંતા કરે છે. માનું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું છે. માતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. આપણે જયારે નાના હતા, ત્યારે મા આપણી ખુબ જ કાળજી રાખતી હતી. આપણી પાછળ પાછળ ફરતી હતી. માએ આપણને બોલતા શિખવાડ્યું, ચાલતા શિખવાડ્યું, ખાતા-પિતા શીખવાડ્યું. માનો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે.

‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.’ માટે જ આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે. ‘માતૃ દેવો ભાવ:’ મા તે મા બીજા વગડાના વા.


Rate this content
Log in

More gujarati story from DEVANG TRIVEDI

Similar gujarati story from Inspirational