લોકેટ
લોકેટ


મિત્રો સાથે ફરવાની મઝા જ કંઈ ખાસ હોય છે. તે પણ મેળામાં અમારા ગામની બાજુના ગામમાં એક શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરાય છે. અમે બધા મિત્રો એ વર્ષે પણ મેળામાં ગયા હતાં. જ્યાં મને એક ખાસ અનુભવ થયો તે મને આજે પણ યાદ છે. ત્યારે હું કોલેજમાં હતો. દિવ્યાંગ વ્યક્તિઓ વિશે કાઈ ખાસ જાણતો ના હતો. એમાં પણ બધિર વ્યક્તિ વિશે. અમે બધા મિત્રો મેળામાં ફરતાં હતાંં અચાનક જ પાછળથી કોઈ એ મને ટચ કર્યો. મે ફરી ને જોયું એક છોકરી એમની સખીઓ સાથે હતી. એ છોકરી મને કઈ કહી રહી હતી. પણ મને કઈ સમજાતું ના હતું. એની સખી સમજી ગઈ હતી. એ પણ કંઈ કહી રહી હતી પણ હું સમજી શક્યો નહીં. એ બંને ઈશારાથી શું વાત કરતી હતી એ અમને કોઈ ને ખબર ના પડી હું તો એ શું કહેવા માંગે છે. તે જાણવા માટે મારા બધા પ્રયત્ન કર્યા પણ જરા પણ સમજાયું નહીં.
મેળામાં ફરતાં ફરતાં હું એજ વિચારતો રહ્યો કે એ શું કહી રહી હશે. થોડા સમય મેળામાં ફર્યા બાદ તેઓ પાછા મળ્યાં એમની સાથે એમના શિક્ષક હતાં. એમણે મને કહ્યું કે 'એ છોકરી બધિર છે. સાંભળી અને બોલી નથી શકતી. એટલે ઈશારામાં વાત કરે છે. એ તમને તમે પહરેલા લોકેટ વિશે પૂછતી હતી. અને તારીફ કરતી હતી કે લોકેટ ખુબજ સુંદર છે.' મને ત્યારે થયું કે આટલી નાની વાત હું સમજી ના શક્યો. કાશ એ બોલી શકતી હોત તો કેટલું સારું. એના જેમ બીજા કેટલાય લોકો હશે જેમને બોલવાની અને સાંભળવાની તકલીફ હશે. એ લોકો કેવી રીતે પોતાની વાતો રજૂ કરતાં હશે. એમના માટે હું શું કરી શકું એવા વિચારો ચાલતા હતાં. આ અનુભવથી જ મને દિવ્યાંગ બાળકોના માટે કામ કરવાની પ્રેરણા મળી. આજે હું સ્પેશિયલ એજયુકેટર તરીકે ગણદેવી તાલુકામાં દિવ્યાંગ બાળકોનાં વિકાસ માટે કામ કરું છું.