Chirag Patel

Others Children

3  

Chirag Patel

Others Children

સમયની યાદ

સમયની યાદ

1 min
230


"જ્યારે ઝામે છે વરસાદની એ રમઝટ ત્યારે યાદ આવે છે એ સમયની. "

જ્યારે વર્ષાની શરૂઆત થાય અચાનક બાળપણના સમયમાં પહોંચી જવાય. શાળામાં ચાલતા જતાં હોય વરસાદ પડતો હોય ત્યારે રસ્તામાં અવનવા એડવેન્ચર આવતા.

શરૂઆત સવારે ઊઠવાથી થતી વરસાદી મોસમમાં ઊંઘ એટલી મીઠી આવતી કે ઊઠવાનું મન જ ના થાય. મમ્મી રાડો પાડી ઊઠાડે ત્યારે ઊઠવાનું એટલે શાળામાં જતાં મોડું થઈ જાય. વરસાદ પડતો હોય એટલે ખભે થેલો ભેરવી પ્લાસ્ટિકનું કાગળ ઓઢી શાળાએ નીકળી પડતા. તે સમયે અમારા પર છત્રી ના હતી તો પ્લાસ્ટિકનું કાગળ આવતું તે ઓઢીને જતાં.

કાચા રસ્તામાં તૂટેલી ચપ્પલ પહેરીને નીકળતા તો ખાબોચિયામાં પગ ના મૂકાય એટલે આમ તેમ કૂદકા મારી જવું પડતું. રસ્તામાં દેડકા મળતા તો એની પાછળ પડી જતા. દેડકાને રસ્તાના કિનારે ભગાવતા. કરચલા મળતા તો એને દોરો બાંધી પાલતુ પ્રાણીની જેમ ચલાવતા. રસ્તામાં નાળિયેરી આવતી તો એમાં પથ્થર મારવાનું જ અને કોઈ જોઈ જાય તો ભાગ્યા જ કરવાનું.

ત્યારે બળદ ગાડા નો સમય હતો તો રસ્તે કોઈ બળદ ગાડું મળી જતું તો તેમાં બેસી જતા. વરસાદના સમયમાં બળદ ગાડામાં બેસવું ખુબજ અઘરું કામ હતું. કેટલું પણ સાચવીએ પલળી જ જવાય. ધ્રુજતા ધ્રુજતા શાળામાં પહોંચતા. શાળામાં મોડું થઈ ગયું હોય એટલે ટીચર બરાબર સજા કરતા. એ સમય જ એવો હતો કે જ્યારે પણ વરસાદ આવે તો એ સમયની યાદ આવી જ જાય.


Rate this content
Log in