લોહી
લોહી
મારા ઘરની બારીમાંથી સવાર પડતાં જ દેખાય મસ્જિદનો મિનાર પણ સંભળાય ગીતાના શ્લોક.
દીકરી ઋતુ જીસસને ફૂલ ચડાવતી હતી અને ત્યાં રસીદા આવી પહોંચી.
રસીદા બોલી,"અહેમદચાચાનો એક્સિડન્ટ થયો છે. બહુ લોહી વહી ગયું છે."
ત્યાં હાંફતી હાંફતી આવેલી ક્રિષ્ના બોલી, "ગણેશકાકા અને ડેવિડકાકાએ લોહી આપ્યું છે."
ત્રણેય દીકરીઓ મીણબત્તી સળગાવવા ઇષ્ટ દેવને પ્રાર્થના કરવા લાગી.
થોડી નિરાંત બાદ દાદાએ ટીવી ચાલુ કર્યું. સમાચારમાં રીડરે જણાવ્યું, "રામમંદિર - બાબરી મસ્જિદનો વિવાદ સુપ્રિમમાં છતાંય વિવાદ યથાવત. ઉત્તરપ્રદેશમાં કોમી હિંસા ફાટી નીકળતા ઘાયલો માટે હોસ્પિટલમાં લોહી ખૂટી પડ્યું.
