Nipa joshi shilu

Inspirational Romance

3  

Nipa joshi shilu

Inspirational Romance

લાગણીની હેલી...

લાગણીની હેલી...

3 mins
14.1K


પિહુ આજે તેના પતિ અંશથી થોડી નારાજ હતી. કેવો સરસ વરસાદ વરસી રહ્યો છે અને મેં અંશને કહ્યું કે ચાલને પલળવા જઈએ, આ વરસાદમાં પલળીને ગરમ મકાઈ ખાવાની મજા જ અલગ છે! પણ, એને તો મારા કરતા એનું કામ વ્હાલું ને! એટલે ચોખ્ખી ના પાડી દિધી, "ના, પીહુ... હું નહી આવી શકું, મારે બહુ કામ છે." પિહુ ગુસ્સામાં, એકલી એકલી પોતાની જાત સાથે બબડતી રહી.

'આ વરસાદ એટલે તો પોતાના પ્રિય પાત્ર સાથે મન ભરીને પલળવાની મોસમ. હાથ પકડીને બસ ચાલ્યે જ જવાની મોસમ! એને પલળવું ન હોય તો કાંઈ નહીં પણ હું આ વરસાદની પ્રથમ હેલીને કેમ કરીને ભૂલું?' બસ આ જ ગુસ્સામાં તે ઘરના ધાબે પલળવા પહોચી ગઈ.

ધાબાના હિંડોળે બેસીને તે વરસાદમાં ખોવાઈ ગઈ. વરસતો વરસાદ તેને અત્યારે છત્રી સમો જ લાગતો હતો. ફક્ત પલાળતો હતો, હજી તેને ભીંજવતો ક્યાં હતો ! તે લગભગ કલાક જેવું ધાબા પર બેઠી અને વરસાદ પણ બંધ થઈ ગયો એટલે તે ઘરમાં આવી. સાંજના સાત થવા આવ્યા હતા. અંશનો ઘરે આવવાનો આ ટાઈમ હતો. તે ભીના કપડાં બદલીને સોફા પર બેઠી, ત્યાં જ લાઈટ ગઈ. થોડીવારમાં પિહુને છીંક પર છીંક ચાલુ થઈ ગઈ. હા, એને બહુ પલળે તો શરદી તરત થઈ જતી.

અંશ પણ આવી ગયો. પિહુની રીસ અને છીંક યથાવત હતી! અંશ કાંઈ પણ બોલ્યા વગર રસોડામાં ગયો અને ગરમ પાણી કરીને લાવ્યો. તેના લેપટોપ બેગમાંથી તેણે વિક્સની ડબ્બી કાઢી. ગરમ પાણીમાં થોડું વિક્સ નાખ્યું અને ટોવેલ પિહુના માથે ઓઢાડીને નાસ લેવા કહ્યું. પિહુ અંશની સામે જોતી હતી પણ પછી નાસ લેવા મોં તપેલાની તરફ વાળ્યું.

નાસ લેવાઈ ગયા પછી અંશે પુછ્યું, "હવે કેવું લાગે છે? ફીલ ગુડ ઓર નોટ? મને ખ્યાલ હતો, તું પલળીશ જ, એટલે રસ્તામાંથી વિક્સ લઈને જ આવ્યો." પિહુ બોલી, "હવે સારૂ છે." તેનો ગુસ્સો થોડો શાંત પડ્યો હતો.

"તું આરામ કર આજે હું જમવાનું બનાવીશ." અંશે કહ્યું.

"તું? તને શું આવડશે બનાવતા. રહેવા દે, હું બનાવી લઈશ. વિક્સ લાવ્યો એ ઘણું!" એમ બોલીને તેણે રહ્યો સહ્યો ગુસ્સો પ્રગટ કર્યો. "મેં કહ્યું ને તું બેસ."

અંશ બોલ્યો.

"ઓકે જોઈએ ચાલો, શું બનાવે છે તું!" પિહુ બોલી. થોડીવાર પછી અંશે પિહુને જમવા બોલાવી. પિહુ માટે આ એક બહુ મોટી સરપ્રાઇઝ હતી.

ટેબલ પર એક સરસ કેન્ડલ પ્રગટેલ હતી અને બંનેની પ્લેટમાં 'મેગી' પીરસેલી હતી. હજુ તે કાંઈ બોલે તે પહેલાં તો અંશે તેને ગુલાબ આપીને 'સોરી' કહ્યું અને બોલ્યો, "હું જાણું છું કે આ વરસાદ તારા માટે બહુ અમૂલ્ય હતો કારણ તારી ઈચ્છા હતી કે તું તારા લગ્ન પછીની વરસાદની પહેલી હેલી તારા જીવનસાથી સાથે ઝીલે પણ સોરી, હું ન પહોંચી શક્યો."

"ઓહ, તને યાદ હતું એ જ બસ મારા માટે... અને આમેય એ બધું તો ફિલ્મી હવે! હું તો માત્ર પલળી હતી, મારે તો ભીંજાવું હતું તારી સાથે અને હું અત્યારે ભીંજાઈ જ રહી છું અંશ, તારી લાગણીનાં વરસાદમાં!"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational