કર્મનું વળતર
કર્મનું વળતર
ઘડીયાળમાં લગભગ રાત્રિના ૯:૩૦ કલાક થયા હતા, નવેમ્બર મહિનો અલમસ્ત ગુલાબી ઠંડીની શીત લહેર ચાલી રહી હતી. ત્યાં તો રાજ – રીના અને તેમનો ૧૦ વર્ષનો દિકરો યશ “ફૂડ સ્ટ્રીટ” માંથી રાત્રિ ભોજન કરી પાર્કિંગમાં પાર્ક કરેલી પોતાની કાર તરફ જઈ રહ્યો હતો. ત્યાં રીનાની નજર મીઠઈની દુકાન તરફ પડે છે અને રીના રાજને મીઠાઈની દોકાનમાંથી “એક કિલો કાજુ કતરી લઈ આવો એવું સહજ કહે છે” રાજ જી-સરકાર હસતાં ચેહરે કહી કાજુ કતરી લેવા જાય છે અને રીના તથા યશ ગાડી તરફ ચાલવા લાગે છે.
યશના પગ એકદમ થંભી જાય છે અને રીના સામુ જોઈને કહે છે “જો મમ્મી પેલા આંટી.' રીના તે દિશામાં જોવે છે તો રોડના ફુટપાથ પર એક ગરીબ સ્ત્રી તેના બે બાળકો સાથે બેઠેલી હોય છે અને ફુટપાથ પર જ સૂવાની તૈયારી કરતી હોય છે, પણ એક બાળક રડતું હતુ. રીના અને યશ આ દ્રશ્ય ત્યાં ઉભા ઉભા જોયા કરે છે ત્યાંજ યશ બોલે છે “મમ્મી મમ્મી પેલા ભાઈને ભૂખ લાગી લાગે છે”, વાત હજી પુરી થઈ નથી હોતી ત્યાં તો રાજ આવી પહોંચે છે અને પૂછે છે, 'કેમ તમે હજી અહીં જ છો કાર પાસે પહોંચ્યા નથી ?' ત્યાં રીના ઈસારો કરી પેલી સ્ત્રી બતાવે છે ત્યાં જ યશ બોલી ઉઠે છે “પપ્પા પપ્પા પેલા ભાઈને ભૂખ લાગી લાગે છે કંઈક એમની માટે ખાવાનું લઈ આવો ને.' રાજને પણ વાત યોગ્ય લાગે છે અને કાજુ કતરીનું પેકેટ રીનાનાં હાથમાં આપીને નાસ્તો લેવા જાય છે. રાજ નાસ્તો તથા પાણીની બોટલ લઈને આવતા આખો પરીવાર પેલી સ્ત્રી પાસે જઈને નાસ્તો અને પાણીની બોટલ તેમને આપે છે ત્યાં જ સ્ત્રીની આંખમાં આંસુ અને તેના બાળકના ચેહેરા પર ખુશી આવી જાય છે. પરીવાર વસ્તુ આપે છે અને યશ પેલી સ્ત્રીને અને તેના બાળકો સામે જોઈને બાય બાય કહીને રવાના થાય છે.
ચાલતા ચાલતા રાજ અને રીના યશના વખાણ કરે છે, 'આપણો યશ ઘણી નાની ઉમરમાં સમજદાર અને લાગણીવાળો છે' ત્યારે રીના રાજને કહે છે 'એતો આપણા સંસ્કારમાં છે'. તેમ કહીને કાર પાસે પહોંચીને કારમાં બેસે છે. ત્યાં તો કારમાં રાજની ડ્રાઈવર સાઈડની વિન્ડોમાં કોઈ ટકોર મારતુ
ં હોય તેવો અહેસાસ થાય છે વિન્ડો ઉતારીને જોવે છે ત્યાં તો એક ભાઈ અમિત એમ કહીને પોતાનો પરિચય આપતા જણાવે છે કે ભાઈ આ લો તમારી ૫૦૦ રૂપિયાની નોટ મીઠાઈની દુકાનમાં તમે કાજુ કતરી લેતાં સમયે આપના ખિસ્સામાંથી પડી ગઈ હતી. ક્યારનો આપને શોધી રહ્યો હતો ત્યાં એકાએક આપ પર નજર પડી મેં બુમ પણ પાડી પણ આપ કારમાં બેસી ગયા. એમ કહેતા કહેતા ૫૦૦ રૂપિયાની નોટ રાજને આપે છે. રાજ ૫૦૦ રૂપિયાની નોટ લઈ અમિતનો આભાર માની ત્યાંથી ઘરે જવા માટે નીકળી જાય છે.
અમિત પણ ઘરે આવીને તેની પત્ની સેજલને પાણી લાવવા કહે છે, સેજલ અમિતને પઆણી આપતા તેના ચેહરા પર ખુશી જોવા મળે છે અમિત પાણી પીને પાણીનો ગ્લાસ અને મીઠાઈનું બોક્સ સેજલને આપે છે અને પૂછે છે, કે આજે આટલી ખૂશ કેમ ત્યારે સેજલ જવાબ આપતા કહે છે, “ઘરનાં ફોન પર બેંકમાંથી ફોન આવ્યો હતો આપણી લોન મંજૂર થઈ ગઈ છે મેનેજર સાહેબ પાસેથી આવતી કાલે જઈને ચેક લઈ લેજો”. આ સાંભળતા અમિતના ચહેરા પર પણ ખુશી સમાતી નથી.
બીજા દિવસે અમિત બેંક પર પહોચે છે અને બેંકમાં જેણે તેમના લોનના કાગળ તૈયાર કર્યા હોય તે ભાઈને મળે છે અને વાત કરે છે તો જવાબ મળે છે, હા સર તમારો ચેક તૈયાર છે મેનેજર સાહેબની કેબીનમાંથી મેનેજર સાહેબ પાસેથી મેળવી લો. અમિત મેનેજર સાહેબની કેબિન પાસે જઈ અંદર આવવાની પરમિશન માંગે છે અંદરથી અવાજ આવે છે, “યશ પ્લીઝ” અમિત કેબીનમાં પ્રવેશે છે ત્યાં તો તે સ્તબ્ધ થઈ જાય છે મેનેજર પણ અમિત સામે જોતા બોલી ઉઠે છે, 'અરે અમિતભાઈ તમે ? કેમ અહીં ? 'અને મેનેજર સાહેબના માનસ પર ગઈકાલ રાત્રીનો કિસ્સો જીવંત થઈ જાય છે. ત્યારે અમિત કહે છે, “નમસ્કાર સાહેબ હું અમિત મારી લોન પાસ થઈ તેનો ચેક લેવા આવ્યો છું.' ત્યારે મેનેજર (રાજ) કહે છે, 'અચ્છા તમે અમિત પરમાર છો. તમારો ચેક તૈયાર છે અને તમારી લોન મંજૂર થઈ છે તેમ કહી, રાજ અમિતને તેનો ચેક આપે છે.' ત્યારે અમિત રાજને કહે છે, સાહેબ દુનિયા ગોળ છે અને રઆજ હસતા હસતા જવાબ આપે છે કે દુનિયા તો ગોળ છે પણ મિત્ર કર્મ પણ નિખાલસ છે.