કોરોનાને કરણની કરૂણા
કોરોનાને કરણની કરૂણા
કરણ ઘરેથી બહાર નીકળ્યો, બહાર નીકળતા વેંત જ પોલીસવાળાઓ એ ઘેરીને એટલો માર માર્યો કે બેભાન થઈને ઢળી પડયો. હકીકતમાં લોકડાઉન ચાલી રહ્યુ હતું સૌને બહાર નીકળવાની મનાઈ હતી આ લોકડાઉન એક એવા વાયરસ માટે હતું જે દેખાતો પણ નહોતો અને નિર્જીવ હતો.
સવાર નો પહોર હતો લગભગ સાડા સાત વાગી ને પંદર મિનિટ થઈ હશે ને કરણ નાં પિતાને બ્લડ પ્રેશર હતું તો થોડી તબિયત બગડી ઘરમાં રાખેલી દવાની છેલ્લી ગોળી હતી એ પણ ગઈ કાલે લઈ લીધી હતી પેલુ કહે છેને કે ગોરંભાયુ ગામડુ ને લૂંટે બહારવટીયો બસ એવી જ સ્થિતી કરણ ની થઈ એને એના પિતાથી બહુ જ પ્રેમ હતો કેમકે એ જ એના માટે સર્વસ્વ હતું.
નાનપણથી માનો પ્રેમ તો ગુમાવી બેઠો હતો એની માં જન્મ દેંતાવેંત જ પ્રભુ ને પ્યારી થઈ ગઈ હતી બસ ત્યારથી બાપનો જ સહારો હતો બાપે જ માનો પ્રેમ આપ્યો ને બાપે જ ભણાવી ગણાવી મોટો કર્યો સુખ દુઃખ નો સંગાથી બુઢ્ઢો બાપ જ હતો અને કરણ એ બાપની ઘડપણની લાકડી હતો.
કરણ ને ગ્રેજયુએટ ભણાવી બાપે નોકરી પણ પોતાના મિત્ર ને ત્યાં અપાવી દીધી અને મિત્ર ની જ દીકરી સાથે પરણાવી દીધો હતો કરણ ની પત્ની સરલા ને સારા દિવસો હતા અને લોકડાઉન પહેલા જ એના શ્રીમંત સંસ્કાર થયા હતા તો એને પ્રસુતિ નો સમય નજીક હતો અને એ એના પપ્પા ગિરધરપ્રસાદ ને ત્યાં હતી.
આજ નો દિવસ ખબર નહીં ગોજારો હશે કરણ નાં બાપની તબિયત પણ લથડી ને સાથે કાળમુખા કોરોનાનું લોકડાઉન સૌ પ્રથમ તો પ્રાથમિક સારવાર આપી જોઈ પણ તે છતાં તબિયત માં કોઈ સુધારો ના જણાયો ઉલટાનું તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ આવું જયારે પણ થતુ તો એ એક ગોળી લેતા જ સારુ થઈ જતુ પણ ભમરાળી એ ગોળી જ ખૂટી ગઈ હતી દર વખતે કરણ સમયસર દવા નો સ્ટોક રાખતો પણ આ વખતે થોડુ કામની દોડધામ ને લીધે રહી ગયું , કરણ પોતાના બાપનાં પગ પાસે બેસી પોક મુકી રડવા લાગ્યો ને પોતાની જાતને ધિક્કારવા લાગ્યો અને અચાનક ઊભો થઈ એના બાપ વિનોદરાય ની નજીક જઈ કિધું કે બાપુજી હુ તમને કંઈ નહી થવા દવ હું ગોળી લઈને હમણા આવ્યો.
કરણ નાં બાપ વિનોદરાયે તેને ખુબ સમજાવ્યો બેટા બહાર કોરોના ને લીધે લોકડાઉન છે અને સરકાર નાં નિયમ નું ઉલ્લંઘન કરી બહાર નાં જા પરંતુ પિતૃ પ્રેમના લીધે કરણ કાંઈ ના માન્યો ને દવા લેવા બજાર માં નિકળી પડયો બજાર માં કડક લોકડાઉન હતું તો પણ કરણ એની ફિકર વગર દવા લેવાં જઈ જ રહ્યો હતો ત્યાં જ એક પોલીસ નું ઝુંડ ભૂખ્યા વરૂ ની જેમ એની તરફ ઘસી આવ્યુ ને હજુ કરણ કંઈ બોલે એ પહેલાં જ કરણ પર લાકડીઓ નાં ઘા વીંજવા લાગ્યા ને ઘડીક ની વાર માં અધમુઓ કરી નાખ્યો ને બેભાન થઈને ઢળી પડયો અને જયારે એ નીચે પડયો ત્યારે એના હાથ માં પોલીસ વાળાએ એક ચબરખી જોઈ એ ચબરખી બીજુ કંઈ નહી પણ એના બાપુજી ની દવાનું કાગળ હતું બધા પોલીસ વાળા ને પાતાની ભૂલ સમજાણી પણ શું કરે એ બિચારા સરકાર નો જ ઓર્ડર હતો કોઈ બહાર ના નિકળે એ.
કેમકે પોલીસ પણ લોકોનાં જીવ બચાવવા જ દિન રાત ભૂખ્યા તરસ્યા પોતાની ડયૂટી નિભાવતા હતા હવે તમે જ કહો તમારા સારા માટે કંઈ થતુ હોય અને તમે સામા પડો તો શું થાય?
બસ એજ બન્યુ કરણ સાથે કેમકે અમૂક એવા નબીરા પણ હતા જે આ નિયમો નું પાલન નહોતા કરતા પેલુ કહેવાય છેને "પાડા ના વાંકે પખાલી ને ડામ" બસ એજ બન્યુ કરણ સાથે અને નિર્દોષ હોવાં છતાં માર ખાધો હવે પોલીસ વાળા ઓફિસરો ને કાગળ જોતા ભૂલ સમજાણી અને બે ઓફિસરો એ પહેલા તો કરણ ને પોલીસવાન માં બેસાડયો અને હોસ્પિટલ લઈ ગયા અને તેની સારવાર કરાવી હોસ્પિટલ માં પણ કોરોના ને લીધે બહુ જ કડકાઈ હતી ડાૅકટરે કરણ ને અલગ રૂમ માં બેસાડી તેની સારવાર કરી અને પોતે પણ આ રોગનો ભોગ ના બને એ માટે પી.પી.ઈ કીટ માસ્ક બધુ પહેર્યુ હતું સારવાર થતા કરણ બેઠો થયો અને પહેલા તેના પપ્પાને યાદ કર્યા આ સાંભળી એક પોલીસ જવાન તેનો હાથ પકડી બાજુ ની રૂમમાં લઈ ગયો કરણ આ દ્રશ્ય જોઈ ને પાગલ થઈ ગયો અને ડોકટર ને પૂછવા લાગ્યો આ બધુ કઈ રીતે થયું ડોકટરે મૂક વચને પોલીસ તરફ ઈશારો કર્યો આ જોઈ કરણ બધુ સમજી ગયો એ પોલીસ ના પગમાં પડી ગયો પોલીસ જવાને તેને ઊભો કર્યો અને સાંત્વના આપી કરણે કિધું તમે મારા માટે ભગવાન સમાન છો હકીકત માં બાજુની રૂમ નાં બેડ પર કરણ નાં પિતા વિનોદરાય હતાં કરણે પોલીસ જવાન ને પૂછ્યું તો તેણે સઘળી હકિકત જણાવી કે જયારે તું બેભાન થયો ત્યારે તારી કંપનીનુ આઈકાર્ડ અમે જોયુ અને સાથે તારા હાથની દવાની ચિઠ્ઠી એટલે અમેે બધુ સમજી ગયાં અને તને પણ સારવાર માટે રવાના કર્યો અને પેલી બાજુ એડ્રેસ શોધી તારા પિતાજી ને પણ દાખલ કરી દિધાં આ સાંભળી કરણ રડવાં લાગ્યો ને પોલીસ ની પ્રામાણિકતા અને માનવતા સામે ઝૂકી પડયો એને પડેલો માર પણ એને આશિર્વાદ સમાન લાગ્યો આ બધુ થતુ હતું ત્યાં જ કરણ નો ફોન રણક્યો સામે થી અવાજ આવ્યો સિટી હોસ્પિટલ માંથી બોલું છુ મિસીસ સરલા ને બાબા નો જન્મ થયો છે સંજોગ તો જુઓ કરણ પણ સિટી હોસ્પિટલ માં હતો અને તરત જ તેણે વોર્ડ નંબર પૂછી લીધો અને પોલીસ જવાનો ને આ ખુશખબર આપી પોતાનાં પિતા ને પણ બધી વાત કરી અનેે તેઓ દાદા બની ગયા હોવા ના શુભ સમાચાર આપ્યા.
અને પોતે લંગડાતો તે વોર્ડ તરફ ચાલવા લાગ્યો બે જવાનો એ તેને ટેકો કર્યો અને જયાં સરલા હતી ત્યાં લઈ ગયા ત્યા પણ ડોકટર સાથે સિકયુરિટી નો સઘન બંધોબસ્ત હતો જેથી ભીડ જમાં નાં થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે. કરણે હાથ માં સેનિટાઈઝર લગાવી દૂર થી જ હાથ લગાવ્યા વગર તેની પત્નિ અને બાળક ને જોયું કરણ ની આવી હાલત જોઈ સરલા એ તેને આ બધુ થવાનું કારણ પુંછયૂ અને કરણ નાં મોંએ સઘળી વાત સાંભળી અને ગુસ્સે થવાને બદલે ખૂશ થઈ ને બોલી કે મારો દીકરો મોટો થઈને કાં પોલીસ જવાન બનશે કાં તો ડોકટર કેમકે આ લોકો પોતાનાં જીવનાં પણ જોખમે નિઃસ્વાર્થ ભાવે લોકોની દિન રાત સેવા જ કરે છે.
આ બધુ વાત કરે ત્યાં જ સરલા બોલી કે મારા દીકરાનું નામ પણ મેં વિચાર્યુ છે અને એ નામ છે રઘુ અને એ નામ સાંભળતાં જ કચરાની ટોપલી ઠાલવતાં રઘુકાકા એ સામે જોયુ અને સરલાની પણ એક નજર થઈ આ બધાં માહોલની વચ્ચે સરલાં બોલી રઘુકાકા દરરોજ પોતાનાં જીવનાં જોખમે આવા કારોનાં રોગની વચ્ચે પોતાની ડયૂટી કરે છે અને કચરા પોતુ કરે છે બસ આ જ કારણસર મારે રઘુકાકાનું નામ મારા દીકરાનું નામ રાખવું છે.
ધન્ય છે આ બધા લોકો જેમકે પોલીસ જવાનો ડોકટરો અને સફાઈ કમદારો જે આવી વિકટ પરિસ્થિતમાં પણ પોતાના જીવની બાજી લગાવી ને પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરે છે. આવી સરલાની વાત સાંભળીને સૌની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં અને સૌએ સંકલ્પ કર્યો કે હવે થી સરકારનાં દરેક નિયમનું પાલન કરશું અને પોતાનું કાર્ય પણ નિષ્ઠાથી કરશું આવુ કહી સૌ પોતપોતાનાં કામ માટે છુટ્ટા પડયા.
