STORYMIRROR

Ashok Mavani

Inspirational Others

3  

Ashok Mavani

Inspirational Others

કીડીનું દર

કીડીનું દર

2 mins
15.4K


આજે ઘણા સમય પછી એક એવો રવીવાર આવ્યો હતો કે, એણે રજા રાખી હતી અને રજા રાખવાની જરૂર એને નહી પણ એના શરીર ને હતી, ડોકટરે સ્પષ્ટ શબ્દો મા કહ્યું હતું, 'મિસ્ટર કુમાર તમારું યુરીક એસીડ ઘણુ વધી ગયું છે. હવે ખાલી દવાથી ફરક નહી પડે થોડા દિવસ આરામ કરો. બહારનું ફુડ બિલકુલ નહી.'

આરામ ખુરશી પર પડ્યો પડ્યો સંગીતના સથવારે એ તો બાળકોના સુખદ ભવિષ્યના સપનાઓમાં ખોવાઈ ગયો હતો. ત્યાં તો ઘરમાં બુમ રાડ થઇ, જાણે સ્વર્ગમાંથી કોઇ એ પાટુ મારીને કાઢી મુકયો હોય તેમ વાસ્તવિકતાની જમીન પર પટકાયો. રસોડામાંથી એની પત્ની અને દીકરીના ઝઘડવાનો કરકસ અવાજ, મયુઝીક સીસટમમાંથી વહેતી સુરાવલીને ઢાંકી રહ્યો હતો. એને ખબર હતી કે, ત્રેવીસ વરસની એની દીકરી અને, છેંતાળીસ વરસની પત્નીને શાંત પાડવા એની બાવન વરસની સમજણ લેસમાત્ર પણ કામ નહી આવી શકે. ખુરશી શાથે જકડાઇ ગયેલા શરીરને એણે માંડ બેઠું કર્યું.

જકડાએલા પગથી માંડ ચાલી શકાયુ, ધ્રૂજતા હાથે એણે મયુઝીક બંધ કર્યું ,દીવાલનો ટેકો લઇને ઓસરીના પગથિયાં ઉતરીને ફળીયામાં એના પ્રિય બોગનવેલના છોડ નીચે મુકેલી બેંચ પર જઇને બેસી ગયો. એનું થાકેલું મન ફરી વિચારે ચઢી ગયુ, કેવા જતનથી આ છોડને ઉછેરીને મોટો કર્યો હતો. પૈસાની ખેંચ વખતે, હીરાબાગ પાસે ફેરી વાળા પાંસેથી દસ રુપીયામાં આ છોડ લાવીને એક કુંડામા રોપ્યો હતો. કેટલો સમય વહી ગયો, ઘણા ઘર બદલ્યા, કેટલી તડકી છાંયડી જોઈ,

પણ આ છોડ મિત્ર છેક સુધી એની સાથે રહ્યો.

જ્યારે જ્યારે એનું મન વિષાદથી ભરાઈ જતું ત્યારે એ બોગનવેલના આ છોડ પાસે આવીને આંખોને હળવી કરી લેતો.

અચાનક એનું દયાન જમીન પર પડ્યું નીચે એણે સળવળાટ અનુભવ્યો, નીચે બોગનવેલના મૂળ પાસે થોડા સમયથી કીડીઓ એ દર બનાવ્યું હતું, તેમાં પાણી જવાથી એનું ઘર વારંવાર વીખરાઈ જતુ હતું. અને ફરીથી બનતું હતું, ઘણા વિષાદ ભાવ સાથે એ કીડીઓની મહેનતને જોઈ રહ્યો. પાછળથી એની દીકરી અને પત્નીનો અવાજ પુછાયો, 'શું થયું ?' ધ્રૂજતા હાથે ચશ્માના કાચ સાફ કરતા એણે કહ્યું, કશુ નહી, આ કીડીઓ બીચારી વારંવાર ઘર બાંધવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે...ને..?

એટલું અર્ધ વાક્ય બોલી ને, એ ઉભો થઇ ગયો ઘરમાં જતા જતા એણે પત્ની ને કહ્યું . 'મારી બેગ તૈયાર કરજે'

અમારી કંપની બહારગામ નવીસાઇટ ચાલુ કરે છે. કાલે જવાનું છે. એમ કહીને એ ઓસરીના પગથિયાં ચડી ગયો. પણ મગજમાંથી કીડીઓની ઘર સાચવવાની મહેનતનુ દ્રશ્ય નોતૂ હટતુ. બગીચામા, માં દકરી ઘડી બોગનવેલને તો ઘડીક કીડીના દરને તાકી રહયા.


Rate this content
Log in

More gujarati story from Ashok Mavani

Similar gujarati story from Inspirational