Jagruti Rohit

Inspirational

4.0  

Jagruti Rohit

Inspirational

કાળજી

કાળજી

3 mins
197


દરેક ની કાળજી રાખવી જરૂરી છે.

પ્રયાવરણ‌ ની કાળજી રાખવી, જીવજંતુની કાળજી રાખવી આજુબાજુનાં વાતાવરણની કાળજી રાખવી જરૂરી છે...

આપણે બુદ્ધિશાળી જીવ‌ છીએ તો આપણે સર્વની કાળજી ‌રાખવાની‌‌ જવાબદારી આપણી છે. ખાસ કરીને માણસોની કાળજી રાખવાની જરૂર છે.

   અજાણી વ્યક્તિઓ જેની સાથે લોહીનો સંબંધ નથી છતાં પણ તમારી પ્રત્યે એક અલગજ લાગણી રાખે ,એજ છે, "કાળજી "

તમારી આજુબાજુ માં રહેતા ઉંમર લાયક વ્યક્તિ ને હેલ્પ કરી, એમને જોઈતી વસ્તુઓ લાવી આપવી એમની સાથે થોડીક વાતો કરવી એમનાં  સુખી દુઃખ માં સહભાગી થવું એ પણ એક લાગણી છે.

તમે બનાવેલી ને એમને ભાવતી વસ્તુ એમને ખાવા માટે‌ આપવી એ પણ કાળજી લેવા બરાબર છે.

  પોતાનાં માટે તો બધાં લાગણીઓ વ્યક્ત કરે કાળજી રાખે છે .

પણ જે તમને નથી ઓળખતાં એવા વ્યક્તિની કાળજી રાખો એ છે, સાચી લાગણી ને કાળજી ને નિભાવવતા હતાં "કુમુદ ભાભી "

 ‌કુમુદ ભાભી લગ્ન કરી ને જ્યારથી આવ્યા છે, અદ્ભુત શાંતિ દિનેશભાઈ, સુશીલાબેન નાં ઘરમાં આવ્યાં છે, લગ્ન ના પહેલાં જ દિવસથી બધાં સાથે એક અનોખો સંબધ બંધાયો છે એમાં મુખ મુદ્રા પર હંમેશા હાસ્ય હોય છે એ હસે તો આખા ઘર નું વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે,આંખો દિવસ કામ કરતા રહે છે. બધાની સાથે મજાક મસ્તી પણ કરતાં રહે‌ છે.

    કુમુદ ભાભી આખી સોસાયટીમાં રહેતા લોકો ના મન પર કે છાપ છોડી છે. નાનાં બાળકો હોય ઉંમર વાળા વૃધ્ધ બધાની સાથે એમને ફાવે..

લોકો હોય એમનું ઉંમરના લોકો હોય બધાના માટે લાગણી રાખે બધાં લોકોની એ કાળજી રાખતા એ કોઈ ને દુઃખી જોઈ શકતાં નથી. વૃધ્ધો અને નાના બાળકોની એ વિષે કાળજી રાખતાં ઉંમરવાળા વૃધ્ધો‌ ના કલ્યાણ માટે એ કોઈ પણ સહાય કરવા માટે તૈયાર હોય‌ છે, એ કાળજીપૂર્વક એમનું ધ્યાન રાખે છે. બીજાં ની કાળજી રાખવા એમને ખુબજ આનંદ અને ખુશી મળે છે.

કુમુદભાભી ને આ બધાં ને‌‌ જોવા ના મળે તો એ બધાંને ચિંતા થાય‌ છે, કે કુમુદ ભાભીની... તબિયત તો સારી હશે ને કુમુદ ભાભી એક દિવસ બીમાર થઈ ગયાં.. તો કેટલાં દિવસ સુધી ઘરની બહાર ના નીકળી શક્યા તો આજુબાજુ માં રહેતા સર્વ નેં ચિંતા થવા લાગી.. બધાં ઘરે આવીને ખબર પૂછતાં શું થયું છે... કુમુદ ભાભી ને પણ કુમુદ ભાભી કહેતાં આ શરીર છે થોડું થાકે એટલે આરામ કરવો પડે બીજું કશું નથી થયું..

પોતાને બ્લ્ડ કેન્સર છે એવાત કોઈ ને ના જણાવી.. પોતાની બીમારી સામે મક્કમ થાય ને સામનો કરતાં રહ્યાં..એક દિવસ એમની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ.... ત્યાં બધાં ને ખબર પડી કે એમને બ્લ્ડ કેન્સર થયું છે અને લાસ્ટ સ્ટેજ પર છે.. બસ પછી તો શું જોવાનું બધાં ઘરે આવતાં અને એમનાં આ જીંદા દિલ સ્વભાવનાં વખાણ કરતાં...

કુમુદ ભાભી એટલું જ બોલતાં આતો ભગવાનની મહેરબાની છે.. એજ, મારી કાળજી રાખશે.. તમારાં બધાની સેવા કરી એજ, મારી ફરજમાં આવે છે... બેસો બધાં માટે નાસ્તો લાવું છું.

"કાળજી રાખવી બધાં ની" માનવધર્મ ને માનવતા પોતાનાં માટે જીવો બીજાનાં માટે જીવો ને બધાની માટે જીવો એજ છે કાળજી રાખવી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational