આશાનું કિરણ
આશાનું કિરણ
નવાં જીવનની નવી શરૂઆત કરીએ
દિપક અને રોશની ની ધોરણ ૯ માં ભણતી હતા ને દિપક ધોરણ ૧૦માં જી ઈ બી ના કેમ્પસમાં રહેતા હતા. પણ એક બીજા ને ઓળખતાં નથી, એક બીજાથી અજાણ હોય છે.
સ્કૂલમાં રમત ગમત કાર્યક્રમ હતો. એ દિવસ સે રીલેદોડમાં દિપક નો પહેલો નંબર નથી આવતો એ વાતથી ગુસ્સે થાય છે. ને એના હાથમાં જે લાકડાની નાની લાકડીને જોરથી ફેંકે છે.!
એ લાકડી ઉછળી ને રોશની મોંઢા ઉપર આવીને વાગી... ! દિપક આ વાતની ખબર નથી...
રોશની પણ ગુસ્સે થઈ ને જોરથી બોલે છે.." આવી રીતે કોણ ફેંકે યાર આતો રમત છે. નંબર ના આવ્યો ગુસ્સો કરવાનો"..ને ત્યાંથી જતી રહે છે.
દિપક ને આ વાત દિલ પર અસર કરી ગઈ હતી.. એ કોણ હતી, જોઈ ના શક્યો.
દિપક એ વાત ને ભૂલી નથી શકતો કે એના ગુસ્સા ના કારણે એ છોકરીને વાગ્યું એ કોણ છે ? એ ક્યાં રહે છે.
દિપક એના ગૃપ માં વાત કરે છે. ગૃપ માં એક અજય નામનો છોકરો છે. જેની નાની બેન કોમલ ની ફ્રેન્ડ છે. એવી વાત દિપક ને અજય કહી મને આજે કોમલે વાત કરી તે દિવસ ની મને એટલે ખબર છે.યાર દિપક એવું..
આજે મારી ફ્રેન્ડ ને આવી રીતે વાગ્યું છે. તમારો ફ્રેન્ડ નું તો કહેવું પડે ! રોશની ની આંખ બચી ગઈ !! આંખ ફૂટી ગઈ હોતો ? એ તમારો ફ્રેન્ડ એની આંખ આપવાનો છે. ?? રોશનીને ?
અજય એમાં હું શું કરું તું મારી પર કેમ ગુસ્સે થાઈ છે..
દિપક તને ખબર છે. એનું ઘર ક્યાં છે ! અજય આપણા કેમ્પસમાંજ, એનું ઘર છે ! તો આપણે એને કેમ નથી ઓળખતાં ?
અજય બધાં આળખે છે. પણ આપણે નથી ઓળખતાં !
" એ ખૂબ જ, ગુસ્સાવાળી છોકરી છે." યાર
એટલે તો એણે તારા પર ગુસ્સો આવ્યો ને ?
દિપક એનો ગુસ્સો યોગ્ય જ, હતો. માંરી ભૂલ હતી કે એવીરીતે લાકડી નો ટૂકડો ગુસ્સ થી ફેઈક્યો એતો સારું થયું કે કોઈ ને વાગ્યું નથી ! રોશની ને નથી વાગ્યું ?
દિપક તું એનું ઘર શોધી ને મને મળને મારે એની માફી માંગવી છે. અરે યાર પણ હું કેવીરીતે શોધું ! ?
દિપક તારી બેન ને પુછીલે ને સારું ચાલ પછી મળી.......
અજય એ કોમલને વાત વાત માં રોશની ની જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરે છે. પણ કોમલ કહ્યું કે તમારે શું કામ છે. ?અજય એતો દિપક ને માંફી માંગવી છે. કોમલ ભાઈ એને છોકરો પ્રત્પ નફરત કરે છે. ખાસ કરી એને આવાં છોકરાઓ થી જે પોતાના પર કાબુલ નથી રાખી શકતા.
દિપક એક દિવસ ઘરે હતો .ને એના ઘરની પાસે થી રોશની ને જતા જોઈએ ને એની પાછળ પાછળ સાઇકલ ચલાવવી ને એનો પીછો કરે છે. ને એનું ઘર જોઈ લીધું
છે. બસ પછી તો એ ના ધર ના ચક્ર મારવાં ના ચાલું કરે છે. પણ રોશની આ નથી ગમતું.
દિપક એ ની માફી માંગવા માટે ખુબ જ પ્રયત્ન કરે છે પણ એ સફળતા નથી મળતી ઘણો સમય વિતાવ્યો છતાં દિપક ને તો ! સફળતા ના મળી !
સમય તો એનું કામ કરે જ,છે બધાં હવે મોટાં થઈ ગયાં ને એ, દિવસ રોશની એ સુનિલ નામ છોકરાં રોશની ને રસ્તા માં રોકી ને બતમિજી કરવાની કોશિષ કરે છે. પણ રોશનીએ એના ગાલ પર એક જોરદાર લાફો મારી દીધી ને ત્યાં થી જતી રહી. !
આ વાતની દિપક ને ખબર પડી એને પણ થોડો દિવસ માટે એપણ એનાથી દૂર રહેવાની કોશિષ કરે છે.
રોશની એ જે ને લાફો માર્યો હતો. એનો બદલો લેવા માટે સુનિલ એના બીજાં બે મિત્રોની મદદથી એની સાથે દુષ્કર્મ આચર્યું ને એનો વિડિયો પણ ઉતારો પછી, એને બ્લેક મેઇલ કરે છે.
રોશની ના માતા પિતા ને ભાઈ ચિંતા માં આવી ગયાં પણ વિડિયો ની તો એ લોકો ને ખબર નથી.
દિપક ને પણ આ દૂર્ઘટનાની ખબર પડે છે. પણ એ કશું પણ કરી શકતો નથી' કારણ કે રોશની ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે.આસમાજમાં લોકો ના વિચારો હજુ બદલાઈ નથી, જેણે આવું દુષ્કર્મ આચર્યું છે.એ બિન્દાસ બહાર નીકળી ને ફરે છે. ને બિચારી છોકરી ને લોકો શરમની નજરથી જુવે છે. વાહ... રે વાહ... આ સમાજ ના લોકો..
રોશની આ બનાવથી હજુ તો બહાર નીકળી નથી, એની ઉપર આભ ફાડી પડું , ! રોશની એ દુષ્કર્મ આચર્યું હતું એના પરિણામ એ આવ્યું કે એ હવે માં બનવાની છે..એ વાતની ખબર રોશની ને ખબર પડી..ને રોશની ને એનાં ઘરનાં સભ્યોનો મુશ્કેલી માં આવી ગયાં હવે શું કરવું એ ખબર નથી પડતી ,
રોશની એક દિવસ આત્મહત્યા કરવા મજબૂર બને છે.ને કોશિષ કરે છે પણ એના મમ્મી પપ્પાએ એને બચાવી લીધી....
આ વાતની દિપક ને ખબર પડી.તો દિપક ક્ષણિક પણ વિચારકર્યા વિના સીધો. રોશની નાં ઘરે જાય છે...
દિપક ને આમાં, અચાનક આવેલો જોઈને રોશની થોડીવાર માટે ચૂપ થઈ ગઈ પછી રોશની ના પપ્પા મગનભાઈ એ દિપક ને આવાનું કારણ પૂછ્યું તો..દિપક રોશની સાથે લગ્ન કરવા માટે ની તૈયાર બતાવી.
"દિપક ના વાક્ય થી ઘરનાં બધાં સભ્યો એક બીજા ની સામે જોઈ રહ્યો છે."!
તું છે કોણ ? અને તને ખબર છે.રોશની સાથે શું થયું છે.એ ?
દિપક હા અંકલ મેં બધી ખબર છે. હું એને ધણાં સમય થી પ્રેમ કરું છું પણ રોશની ને ક્યારેય કહ્યું નથી. પણ રોશની ની આત્મા હત્યા ની વાત થી,મને ખુબ જ, દુઃખ થયું એને આમ મારાથી દૂર થઇ જશે એવાત થી હું ધ્રુજી ગઈો હતો, ! ને હું તમારી પાસે દોડી આવ્યો !
દિપક જો રોશની હા પાડે તો હું હમણાં લગ્ન કરવા તૈયાર છું !
મગનભાઈ પણ તારાં મમ્મી ને પપ્પા ને પૂછ્યું છે. ?હા અંકલ એમની પરમિશન લયનેજ, આવ્યો છું.
"રોશની પણ મારે દિપક સાથે વાત કરવી છે."
"દિપક હા બોલ હું વાત કરવા તૈયાર છું."
રોશની આપણે કોઈ જગ્યાએ મળીએ બહાર દિપક હા.... !રોશની આજે સાંજે આરતીના સમયે શિવજી ના મંદિર હા હું આવી દિપક !
રોશની એ મંદિર માં જઈને બધી વાત કરી
દિપક તું મારી સાથે છે. પછી મારે કશું વિચારવાનું નથી. ! દિપક હું આ આવનાર જીવને પણ એક પિતા ને જેમ ઉછેરવા માટે તૈયાર છું.... !રોશની પણ મને આ બીજાં નું બાળક નથી, અપનાવવું
દિપક એમાં આ નિર્દોષ બાળક નો શું વાંક છે..
આવનારું બાળક ને આ દુનિયા જોવાનો હક્ક છે !
"રોશની આ સમાજ તને જીવા નહીં દે... !"
દિપક તું એની ચિંતા ના કર તારું જીવન જીવવાની આ નવી શરૂઆત કરવામાં હું તને પુરો સહકાર આપવા માટે તૈયાર છું.
રોશની તું તૈયાર છે. હું તૈયાર છું દિપક..
રોશની તું એ તો
મારાં જીવન માં પ્રકાશ ફેલાવ્યો, મારા ને આવનાર બાળક માટે આશાનું પ્રતીક છે..
દિપક તારી જેવું બધા વિચારે તો કેટલાક સારું..... ! રોશની આંખો માં હરખનાં આશ્રુ આવી ગયાં....
દિપક હું આખી જિંદગી સાચવીને રાખીશ મારી પાસે..
આમ રોશની ને નવું જીવન મળ્યું.
