જિંદગી
જિંદગી
જિંદગી મળી છે તો
જીવી લઈએ,
મન ભરીને એને
માણી લઈએ,
સુખનાં દિવસો ખુશીથી
વધાવી લઈએ
દુ:ખનાં દિવસો હિંમતથી
વિતાવી લઈએ,
મુશ્કિલ પળોને સાહસથી
સ્વીકારી લઈએ
કઠિન સમયને સરળ
બનાવી લઈએ,
સારી વર્તણૂક રીતિથી
સજાવી લઈએ
મનનાં સારાં વિચારોથી
મહેકાવી લઈએ,
દિલમાં પ્યાર રાખીને
શોભાવી દઈએ
જિંદગીને શાનથી
જીવી લઈએ.
