Rupal Vasavada

Inspirational Others

3  

Rupal Vasavada

Inspirational Others

ઈન્તેજાર

ઈન્તેજાર

2 mins
7.3K


‘શમ્મીનાં લગ્નને વીસ દિવસ બાકી છે. સુખબીર ચોક્કસ લગ્નમાં આવશે…’ આખા વર્ષમાં એકવાર તો એકવાર સુખબીરને મળવાનું આકર્ષણ મનપ્રીત ટાળી શકતી નહોતી. આ એક પરિવારનો પરિચય મનપ્રીતને વર્ષોથી હતો. સુખબીર સદાય મનપ્રીતનાં મનમાં રાજ કરતો. શમ્મી સુખબીરની બહેન હતી.

શમ્મીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલવા લાગી. સુખબીર, બહેન માટે લગ્ન નિમિત્તે ઘણી ખરીદીઓમાં પડ્યો છે એમ સાંભળવા મળ્યું હતું. કુટુંબની સ્ત્રીઓ પણ શમ્મીની માફક રાહ જોતી હતી કે ભાઈ એની બહેન માટે શું લઈને આવશે? શમ્મીનાં લગ્નમાં ભપકાદાર કપડાં પહેરવાજ પડે અને વળી સુખબીર પણ હશે ને, એમ વિચારીને મનપ્રીત હોંશથી પોતાના માટે કપડાં-ઘરેણાં વગેરેની ખરીદીઓ કરી લાવી. મનપ્રીતે પોતાનાં હાવભાવ માંડ છાના રાખ્યા હતા.

સુખબીર નિયત સમયે આવી ગયો. મધરાત હોવા છતાં બહેન માટે લાવેલી વસ્તુઓ જોવા કુટુંબ ઉમટી પડ્યું. સવારમાં વહેલાં ઊઠી, શક્ય એટલી કાળજી લઈ મનપ્રીત તૈયાર થઈ. મનપ્રીતને વહેલી જતી જોઈ એની માંએ ટોકી. “મનુ… કેમ આટલી જલ્દી…? બપોરે જવાનું હતું ને તારે?”

મનપ્રીત સાંભળ્યું ન સાંભળ્યું કરી દરવાજામાંથી દોડતી બહાર નીકળી. જતાં જતાં બોલી. “ના માં…આતો એનો ભાઈ ઘણાં કપડાં લાવવાનો છે, તો જોતાં વાર લાગશે એટલે જરા વહેલી…”

એકપછી એક ગલીઓ વટાવી મનપ્રીત શમ્મીનાં ઘરે જઈ ચડી. ખૂબ સગાંવહાલાંઓથી ઘેરાયેલી શમ્મી, નવા પોશાકમાં ખૂબ સુંદર દેખાતી હતી. ‘નક્કી સુખબીર લાવ્યો હશે..’ મનપ્રીત બેબાકળી બની આમતેમ ફાંફા મારતી, અનેક વિચારોમાં અટવાતી, ટોળામાં ઘૂસી.

અડધો કલાક, એક કલાક, બે કલાક… એમ સમય વીતતો ગયો. સુખબીર ક્યાંય ન દેખાયો. જમતી વખતે શમ્મીનીમાં રડતી દેખાઈ. બીજી સ્ત્રીઓ એને આશ્વાસન આપતી હતી. “હશે, એનું કામ જ એવું છે. એના ભાગ્યમાં નહિ હોય..” શેની વાત ચાલે છે, એ સમજવાનો પ્રયત્ન કરતી મનપ્રીત આખી વાત ન જાણી શકી. અંતે શમ્મીને પૂછ્યું, “શમ્મી તારા સુંદર કપડાં સુખબીર લાવ્યો ખરો. પણ એ પોતે કેમ ક્યાંય દેખાતો નથી?” શમ્મી આંખમાં આવતા આંસુને ખાળીને બોલી, “ભાઈને સવારે જ સરહદ પરથી કોલ આવ્યો. કાશ્મીરમાં આતંકીઓની ટોળી ઘૂસી છે એમ સમાચાર આવતાં એમને જવું પડ્યું. ભાઈએ બાજુનાં લશ્કરનો અગત્યનો ભાગ છે!”

મનપ્રીત હસવું કે રડવું એ નક્કી ન કરી શકી. મન થોડું ખાટું જરૂર થઈ ગયું. સુખબીરને એક વર્ષની રાહ જોયા બાદ મળી ન શકાયું. થોડા કલાકો એ કુટુંબ જોડે રહ્યો ન રહ્યો ત્યાં સમય હાથતાળી આપી ગયો. બહેનના હાથમાં લગાડાતી મહેંદી કરતા એક ભાઈ માટે દેશની સરહદ ચોક્કસ અગત્યની હતી. “વધુ એક વરસનો ઈન્તેજાર તો એ ફૌજી માટે હું હસતા મોઢે કરી લઈશ.” એમ વિચારી, તમામ રંજ ઉતારી નાખી મનપ્રીત પણ મહેંદી લગાડવા મંડપમાં બેઠી. પાછળ પંજાબી ગીત ગુંજી રહ્યું હતું. જેનો અર્થ હતો :

Love is not about how long I can wait for someone, but about how well I understand why I am waiting.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational