STORYMIRROR

Irfan Juneja

Action Crime Romance

3  

Irfan Juneja

Action Crime Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૨૧

હમ તુમ્હારે હૈ સનમ - ૨૧

6 mins
29K


અક્રમ અને અરમાન રૂમમાં બેઠા હોય છે. અરમાન જજના એ ફેસલાથી નાખુશ હોય છે કે ત્રણ વર્ષ સુધી બને લગ્ન ન કરી શકે.

"અરમાન જો માસી માસાને ભૂલી જઇયે તો તમારી બંનેની વાત જોઈને હસવું આવે છે. આ કોઈ ઉંમર છે લગ્ન કરવાની, ના કરિયર સેટ છે ના એટલી ઉંમર થઇ છે..."

"આજે અક્રમ તું દુશ્મન જેવો લાગે છે."

"એવું નથી મારા ભાઈ હું સમજુ છું પણ પરીક્ષાને દોઢ મહિનાની વાર છે, ના તે ચોપડી ખોલી છે ના કોલેજ જાય છે. એમ સમજ કે જજ સાહેબે ભણવા માટે સમય આપી દીધો."

અહીં આયતના અમ્મી અબ્બુ આવીને નાનીના ઘરે બેઠા છે.

"બોલો કેમ આવ્યા છો બંને ?"

"અમ્મી જી આયતને લેવા આવ્યા છીયે."

"એ તો નહીં આવે.. બીજી કોઈ વાત છે ?"

"અમ્મી જી જે થયું એ ગુસ્સામાં થયું , હું માફી માંગુ છું. મને નાનો જમાઈ કહો છો તો એકવાર ભૂલ માફ કરી દો."

"ના ના સુલેમાન માફી તો તને અલ્લાહ પણ નહીં આપે. પોતાની દીકરી અને અમારા બધા સાથે જે કર્યું છે એ પછી તો બિલકુલ નઈ."

"અમ્મી હું આયતને લીધા વગર હું નથી જવાની" રુખશાના બોલી.

"તું તો ચુપ જ બેસ. તને દીકરી કેહતા પણ મને શરમ આવે છે."

"અમ્મી તમેં આ ખોટું કરો છો , એક જમાઈ ને મોઢે ચડાવ્યોને મારા ઘરવાળાની ઈજ્જત ઉછાળો છો..."

"ઈજ્જત હોય એની ઉછળે બેટા..."

"જુવો અમ્મી જી, મારે ગામમાં રહેવાનું છે લોકો પૂછશે હું શું કહીશ ? આયતને લઇ જવા દો."

"આબિદ અલી આનો જવાબ તું આપ."

"એ સુકામ આપે દીકરી અમારી છે એની નથી." રુખશાના ગુસ્સે થઇને બોલી.

"સુલેમાન તમે કોર્ટમાંથી કાગળ લઇ આવો અને લઇ જાઓ એને." આબિદ અલી બોલ્યા.

"જુવો આબિદ અલી આવું કરશો તો સબંધ બગડશે."

"હવે બાકી શું છે ? તમે બને એ જ સંબંધને કોર્ટ અને હવાલાતમાં તોડી નાખ્યો. હું મારા દીકરાને હેરાન માટે તમને ક્યારેય માફ નહીં કરું."

"આબિદ અલી તમે ઈજ્જતની વાત ન કરો હું કહીશ તો પછી કઈ બોલવા જેવું નઈ રે."

"હા બોલ સુલેમાન ધમકી શું આપે છે."

"તમે ચુપ બેસો" રુખશાના સુલેમાનને રોકતા કહે છે.

"તું ચુપ રે રુખશાના આજે મારી સાસુ સામે બધું કહી જ દેવું છે."

"નથી કેહવું ચુપ મરો."

"અમ્મી જી આબિદ અલીને પૂછો તો ખરા કે આ નિકાહ થશે તો ઝગડો પૂરો ?"

"હા સુલેમાન એની ગેરેન્ટી હું આપું છું, પૂરો." નાની બોલ્યા

"પણ એને પૂછો તો ખરા કે નિકાહ કોનો આયત અને અરમાનનો કે પછી આબિદ અને રુખશાનાનો."

"બસ... કર સુલેમાન શું બોલે છે ભાન છે તને કઈ ?" આબિદ ઉભા થઇને ઊંચા અવાજે બોલ્યા.

"આબિદ અલી તમે જયારે રુખશાનાને આવું કહ્યું ત્યારે તમારી આ માણસાઈ ક્યાં ગઈ'તી."

"સુલેમાન ચુપ થા આબિદ એવું બોલે જ નહિ" નાની બોલ્યા.

"જો એ સાચો હોય તો એને કહો ઉપાડે કુરાન અને ખાઈ લે કસમ ને કે આવું નથી બોલ્યો એ."

"અમ્મી જી હું વજુમાં છું લાવો કુરાન."

"બેટા તું બોલ આબિદ મને તારા પર ભરોંશો છે કુરાન લાવવાની જરૂર નથી."

"મને મારા અરમાન અને દરેક સંતાનની કસમ, કલમાંની કસમ મેં આવું કહ્યું જ નથી."

"રુખશાના તું કે ને કસમ ખાઈ ને કે એને કહ્યું છે."

"તમે પણ શું સુલેમાન કોઈ વ્યક્તિ કસમ ખાઈ લે તો માની લેવું જોઈએ."

"આજે વાત નીકળી છે તો પુરી કર."

"ના સુલેમાન ચાલો ઘરે."

"રે હું આયત સાથે વાત કરી લઉં."

"આયત બેટા બહાર આવ... મારે વાત કરવી છે."

"આયત બહાર ન આવતી" આબિદ અલી બોલ્યા.

"નીકળો બંને અહીંથી ને હવે અહીં આવતા નહિ નહીંતર પોલીસને બોલાવીને હાથકડી લગાવી દઈશ."

આયતના અમ્મી અબ્બુ ત્યાંથી નીકળી જાય છે. આ આખી ચર્ચા આયત પણ સાંભળે છે. રસ્તામાં સુલેમાન રુખશાનાને કહે છે કે વાત નીકળી તો કેમ કઈ બોલી નહિ. રુખશાના ઢોંગ કરીને પોતાનું જુઠ્ઠાણું છુપાવે છે. એના પતિના વિશ્વાસનો દૂર ઉપયોગ કરતા એ શીખી ગઈ હોય છે.

બીજા દિવસની સ્વર થતા જ રુખશાના નવો દાવ તૈયાર કરે છે. સુલેમાનને ચા પીવા બેસાડે છે.

"જુવો હવે એક જ રસ્તો છે તમે આજે જેતપુર જાઓ, ત્યાં જઈ એમ કહેજો કે હું ત્રણ વર્ષ પછી અરમાન અને આયતના નિકાહ કરાવી દઈશ. એ કસમ આપે તો ખોટી ખાઈ લેજો. એ કઈ પણ કે માની લેજો. "

"કુરાન ઉપાડવાની વાત કરશે તો?"

"તો એ પણ ઉપાડી લેજો પણ આયતને લઇને આવજો. મને મારી દીકરી જોઈએ બસ. પછી અલ્લાહ પાસે તોબા કરી લઈશું પણ તમે એને ગમે તેમ કરીને લઇ ને આવો..."

"એ મળવાની વાત કહેશે તો ?"

"તો કહેજો કે અરમાન એકલો ન આવે રવિવારે એના અબ્બુને લઇને આવે."

"એની અમ્મીને કેમ નઈ?"

"તમે પાછા મારી પર શક કરવા લાગ્યા."

"શક નથી કરતો. પણ તે કહ્યું એટલે કહું છું."

"એની માં એ તો મારો હક લઇ લીધો. મને એનો ચહેરો પણ નથી જોવો ?"

"હક એટલે? "

"મારી સગાઈ હતી આબિદ અલી સાથે, એ ડાકણ ખાઈ ગઈ એને આબિદ અલીને છોડો પણ તમને જાણીને દુઃખ ન થયું કે કોઈના લગ્નના પાંચ દિવસ પેલા કોઈની બેન એના મંગેતરને પરણી જાય."

"થાય."

"તો જાઓ જલ્દીને હવે લઈને આવો."

સુલેમાન અહીંથી જેતપુર જવા નીકળે છે. આજે અરમાન પણ જેતપુર આવવા રાજકોટથી નીકળે છે. સુલેમાન એ ક્યારેય કુરાનના ખોટા સમ ખાધા નથી. રુખશાનાની આ વાત એના મગજમાં જ ઘૂમી રહી છે. એ જેતપુર પહોંચે છે. આયત એના નાનીને આબિદ અલી વાતો જ કરતા હોય છે કે આજે તો અરમાન આવશે રાજકોટથી. એટલામાં દરવાજો ખખડે છે.

"જા બેટા આવી ગયો તારો અરમાન ખોલ દરવાજો"

આયત દરવાજો ખોલે છે સામે એના અબ્બુ હોય છે. બધાના ચહેરા પર ઉદાસી ફરીવળે છે. કોઈ સુલેમાન સામે જોવા પણ તૈયાર નથી.

"સલામ અબ્બુ..."

"વાલેકુમ સલામ બેટા..." આયતને જવાબ આપી સુલેમાન અંદર આવે છે.

"અમ્મી જી હું આજે સાચા દિલથી માફી માંગવા આવ્યો છું, તમે કહેશો તો કુરાન ઉઠાવીને કઈશ. હું આયત અને અરમાનના લગ્ન કરાવીશ. મારી જીબ આપું છું..."

"તારી જીબ ની શું વેલ્યુ... રુખશાના કે તો માનું.."

"એ નઈ કે... પણ હું આજે સાચા દિલથી આબિદ અલી અને તમને જીભ આપું છું."

"ના હવે અમને વિશ્વાસ નહીં બેસે."

"હું કુરાન હાથમાં ઉઠાવી લઉ પણ તમે માનો."

"ના તારો શું ભરોંશો.."

સુલેમાનની વારંવાર આજીજી કરવાથી આબિદ અલી અને સાસુમા માની જાય છે. એમને લાગે છે કે આજે એ સાચું કહી રહયો છે. આયતને બોલાવે છે. "બેટા તૈયાર થા અને નાસ્તો કરી લે પછી તારા અબ્બુ સાથે જૂનાગઢ જા."

"નાનીમાં હું તૈયાર જ છું નાસ્તો જૂનાગઢ જઈને કરીશ."

"આયત મેં બેટા હા કરી છે આબિદ અલી અને તારા નાનીને, હું તારા ને અરમાનના લગ્ન કરાવીશ... મારી જવાબદારી બેટા તને જો વિશ્વાસ ન આવે તો હું કુરાન ઉઠાવી લઉ. "

"ના અબ્બુ મને વિશ્વાસ છે. ચાલો આપણે નીકળીએ."

આયત બધાને મળી ને વિદાય લે છે. આયત ને એના અબ્બુ જૂનાગઢ જવા નીકળે છે. રસ્તામાં આયતના અબ્બુ એને કહે છે.

"મને તારી અમ્મી એ મોકલ્યો હતો કે દીકરીને ખોટું બોલી, ફ્રોડ કરી, કુરાનના ખોટા સમ ખાઈ ને પાછી લઈ આવજો. પણ બેટા હું ખોટું બોલીને નઈ આજે સાચા દિલથી ખુદાને સાક્ષી રાખી તને લઇને જાઉં છું. હું મારુ વચન પૂરું કરીશ બેટા."

અરમાન અહીં જેતપુર પહોંચે છે. આયત ન હોતા એ ગુસ્સે થાય છે.

"બેટા તું ગુસ્સો ન કર અમે વિશ્વાસ કર્યો છે. અમે કરાવીશું લગ્ન એના."

"નાનીમા તમે એવા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જેમને બધાની જિંદગી ખરાબ કરી. અને જો માસા સાચું પણ બોલતા હશે તો શું માસી એ વાત માનવા દેશે ? આજે તમે મને ખુબ દુ:ખ પહોચાડ્યું છે."

"બેટા શાંત થા અમે છીયે ને..."

"અબ્બુ તમારે જે કરવું હતું એ તમે કર્યું હવે જો એ આયતને મને મળતા રોકશે કે ના કહેશે તો મારી જંગ હું ખુદ જ લડીશ."

અરમાન ગુસ્સો કરીને જેતપુરથી નીકળી જાય છે. આયત એના અબ્બુ સાથે ઘરે પહોંચે છે. એના અમ્મી જેમ એક દુશ્મન બીજા ને મળે એમ ચહેરાના ભાવ સાથે આયતની નજીક આવે છે.

(ક્રમશ:...)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action