ગરીબ દીકરી
ગરીબ દીકરી
એક કાનપુર નામનું નાનું ગામ હતું. ત્યાં ઘણી બધી જાતિના લોકો રહેતા હતા. પણ ગામ નાનું હોવાથી ત્યાં કમાણી ના બહુ સાધનો ન હતા. એટલે મોટાભાગના લોકો આજુબાજુના ગામમાં અથવાનજીકન શહેરમાં કામકાજ માટે જતાં હતા. તેમના બાળકોને સારા કપડા પણ પહેરવા ન હતા. તેઓ ફાટેલા તૂટેલા અને થીગડાવાળા કપડા પહેરતા હતા.
આ ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેનું નામ ગીતા હતું. તેનો પતિ કોઈ બીમારીને કારણે, મૃત્યુ પામ્યો હતો. તેને એક દીકરી હતી જેનું નામ રેશમા હતું. ગીતા મજૂરી કરીને રેશમાનું લાલન પાલન કરતી હતી.
ગીતા હવે સાતેક વરસની થઈ હતી. ગામના બીજા છોકરાઓને નિશાળ ભણવા જતા જોઈને તેને પણ ભણવા જવાનું ખુબ મન થતું હતું. તેથી ગીતા એ તેને ગામની સરકારી શાળામાં ભણવા બેસાડી. ગામમાં એક ખાનગી શાળા પણ હતી. પણ તેમાં બાળકોને ભણવા માટે ફી ભરવાની હતી. ગીતા પાસે આવી ફી ભરવાના પૈસા નહતા. તેથી રેશમા સરકારી શાળા મા જ ભણતી હતી.
ગીતા મજુરી કરીને પોતાની દીકરીને ભણાવતી હતી. ગીતા પાસે નિશાળ પહેરી જવા માટે સારા કપડા પણ ન હતા.તે લઘર-વઘર કપડા પહેરીને નિશાળ જતી હતી. તેને જોઈને બીજા બાળકો તેની મજાક પણ ઉડાવતા હતા. બધા બાળકોએ ભેગા મળીને તેનું નામ ‘બહેનજી’ પાડ્યું હતું. તેનેકોઈ બહેનપણી પણ બનાવતું નહતું. બધા તેને બહેનજી-બહેનજી કહીને ચીડવતા હતા. કોઈ તેને પોતાની પાસે બેસાડતા નહિ. પણ રેશમા કોઈની વાતોનું ખોટું લગાડતી નહિ. તે ખુબ સમજુ હતી. તે ઘરની પરિસ્થિતિ જણાતી હતી. એટેલ માતા પાસે નવા કપડા માટે જીદ કરતી નહિ.
રેશમા નિશાળમાં ભણવા સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહથી ભાગ લેતી હતી. એમ કરતા કરતા શાળામા પરીક્ષા આવી ગઈ. બધા બાળકોએ પરીક્ષા આપી. પરિણામ આવ્યું ત્યારે રેશમનો આખા ગામમાં પહેલો નંબર આવ્યો. બીજા બાળકોને આ જોઈને જટકો જ લાગ્યો. કે જેને આપણે બહેનજી બહેનજી કહેતા હતા તેનો આખા ગામમાં પહેલો નંબર આવ્યો.
જયારે શાળાના અંતિમ દિવસે ઈનામ વિતરણમાં તેને ઈનામ મળ્યું. ત્યારે ગીતા ખુબ જ ખુશ થઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. તેની મહેનત લેખે લાગી હતી. શાળાના આચાર્ય સાહેબે રેશમાને સ્ટેજ પર બોલાવી અને બે શબ્દો કહેવાનું કહ્યું. રેશમા એ કહ્યું, ‘હું અહીં ભણવા આવી ત્યારે મારી મમ્મી, મને લોકોના ઘરે કામ કરીને, મજૂરી કરીને ખર્ચ કરતી હતી. મારી મહેનત જોઈને મારા આચાર્ય સાહેબ મારો આગળનો ભણવાનો ખર્ચો આપવાના છે.‘ રેશમા એ આગળ કહ્યું, ‘ આપણે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં ભણવાનું છોડવું જોઈએ નહિ.’
આગળ જતાં રેશમા મોટી ડોક્ટર બની. અને પોતાની માતા, શિક્ષક અને ગામનું નામ રોશન કર્યું. તેણે એ જ ગામમાં એક દવાખાનું બનાવી ગામ લોકોની સેવા કરી. તે ગરીબ દર્દીઓ પાસેથી સારવારના પૈસા લેતી નહિ.
