RakeshSinh Solanki

Inspirational

4  

RakeshSinh Solanki

Inspirational

ગામડાનાં ડોકટર

ગામડાનાં ડોકટર

2 mins
337


શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓમાં આકાશનું નામ હતું. ધમધમતી ફેકટરીઓ હતી. મોંઘી કહેવાય એવી એક નહીં ચાર પાંચ કાર હતી ! સુંદર નહીઁ અતિ સુંદર એવું મકાન અરે મકાન નહીઁ હવેલી કહો હવેલી હતી. શહેર નજીક મોટાં ફાર્મ હાઉસ હતાં. બે ફૂલડાંથી શોભતો પરિવાર હતો. સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ જાણે ફળ્યા હતા !

છેલ્લા એકાદ વર્ષથી પિતાજીની પેટની બીમારીએ એક ધનવાન પરિવારની શાંતિ જાણે હણી લીધી હતી ! ઘણી જગ્યાએ બતાવ્યું, બધી જગ્યાએ બધું સામાન્ય આવતું હતું. પરંતું કોઈ રોગ પકડતો ન હતો. દવા કરતાં ખર્ચા વધતાં જતાં હતાં. પણ કોઈ ફરક પડતો ન હતો. છેલ્લા એકાદ વર્ષથી તો હવે કામકાજમાં પણ બહુ ધ્યાન આપી શકતો ન હતો. ખર્ચો કરવાં છતાં બીમારી જાણે મટવાનું નામ લેતી ન હતી !

કાલે રાત્રે આવેલાં એનાં કોલેજ વખતનાં મિત્રના મોબાઈલમાં રણકતા શબ્દો "ભયબંધ ઇમ કરો, એક વખત અમારાં ગોમમાં તમારા બાપાન લાવો, અમારા કોના બાપાન બતાઈ જોઈયે કોક કરતાં કદાચ હારું થઈ જાય ઇમને તો ઘણાં બધાંન પેટમાં વિતતું એ મટાર્યું છ"

શહેરથી દૂરના એ ગામડામાં આકાશની વૈભવી કાર પ્રવેશી રહી. આજે તો ગામડાંમાં પણ સુંદર સડક જોઈ એનું મન મલકાઈ ઉઠ્યું ! સમયના અભાવે સીધાં જ કોના બાપાને ત્યાં મિત્ર સાથે પહોંચી ગયા. આધેડ એવા કોના બાપાએ પિતાજીને સુવડાવી નાભિ ઉપર અંગુઠો દબાવ્યો, પગ સરખાં કરી ખેંચ્યા . . !

એક વર્ષે પિતાજીના મુખ પર થોડું સ્મિત રેલાયું !

એટલામાં તો કોના બાપા બોલ્યા "ચ્યોક ખાડામ પગ પરવાથી અમોય ખસી જયતી, અવ બરોબર છ " આકાશે આપેલ રૂપિયા પાછાં આપતાં એ બોલ્યાં 

" એક રોટલો ગાયન અન એક રોટલો કૂતરાંન ખવરાવજો "

ગામડાની સંસ્કૃતિ અને આજેય ટકી રહેલાં એ વૈભવને આકાશ અચરજભરી નજરે નીરખી રહ્યો . . !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational