STORYMIRROR

RakeshSinh Solanki

Others

4  

RakeshSinh Solanki

Others

અરખ

અરખ

2 mins
224

વિશાલિયો હાતમા ધોરણમ ભણતો અતો. ભણવામ પણ ઓશ્યાર અતો. એટલ તો ઇનો નંબર પેલ્લો આવતો અતો. આજનો દન ઇના માટ જબરો અતો . . ! 

નેહારનો ટેમ તો ચાનોય થય ગયો તો પન ઇના ટોગા આજ ઇન ટીલાટફ લાજયા જોન મન મનના પથરાના કોકે બોધી દીધા હોય . . ! એ તો વચારે ચડ્યો અતો. ક અવ હું થશયે. રાતમય ઊંઘ નતી આયી, ખાટલામ પરયો પરયો પરખાં જ ફેરવતો અતો. એકાદ બે વખત તો ઇના બાપાએ પૂછુંય ખરું " ચમલ્યા . . ! વિશાલિયા જાગું હું લ્યા . . . આભલામ હું ગનું હું. મધરાત થય અવ તો ઊંઘી જા. હવારમ વેલા નેહારમ જવાનું હ . . !" બાપાની વાતે ઈને કોને લીધી.

જો કે હવારે હું થશ્ય ! ના વચાર તો ઇનો છેરો મેલતા જ નતા. ગોમની નેહારમ જીનો જનમ દિવહ હોય ઇનો વટ પરી જતો. પાથનામ ઇન આજનું ગુલાબ બનાવતા. ભેગા મલીન ભયબન્ધોન બપોરની રિશેષમ કશુંક અલગથી ખવરાવતા. ખરેખરમ આજના દહાડે જોન લેર પરી જતી ! 

પન એ તો ચિંતામ જ અતો ! જેમ તેમ કરીન એ નેહારમ આવ્યો. અવ હું થશ્ય . . ! બાપા જોરે પઇસ્યા ચમના માંગવા. એમ વિચારીન એ નેહારમ આવ્યો અતો.

પારથના બેઠી અતી. આચાર્ય સાયેબે આજના ગુલાબ માટે ઇન ઊભો કરયો. ઇના ધબકારા વધે જતા અતા. એટલામ તો સાયેબ બોલ્યા "વિશાલના જન્મદિવસની ઉજવણી માટે આજે હું ચોકલેટનો ડબ્બો લાવ્યો છું. એના પપ્પાએ મને બે દિવસ પહેલાં જ પૈસા આપી દીધા હતા. "

ચોકલેટ ખાત ખાત સાયેબે બાપાની વાત કરી એ હોભરીન ઇની આંખોમ અરખનાં જર્જરીયાં આઈ જ્યાં . . !


Rate this content
Log in