Sagar Mardiya

Inspirational

4  

Sagar Mardiya

Inspirational

દિવ્યાંગ

દિવ્યાંગ

2 mins
416


 "હું દિવ્યાંગ વ્યક્તિ છું. કેમ વિચારમાં પડી ગયા ? તમે એમજ વિચાર્યું હશે કે બગલઘોડીના ટેકે ચાલતો કે વ્હીલચેર પર એક દિવ્યાંગ વ્યક્તિ આવશે, પણ તમારી ધારણા ખોટી પડી. એટલે સામું જોઈ રહ્યા છોને ? (ચહેરા પર હળવું સ્મિત )

શું માણસ તનથી જ દિવ્યાંગ હોય ? ના. માત્ર શરીરનું એક અંગ ગુમાવવાથી માણસ દિવ્યાંગ નથી થઈ જતો. અપંગતા તો મગજમાં ઠસાઈ ગઈ છે જુના રૂઢિચુસ્ત રિવાજોની માફક. પૃથ્વી પર માણસ જ એક એવું સજીવ છે, જેમને તમામ શક્તિઓ આપી છે. માણસ ધારે તો માઉન્ટ એવરેસ્ટ જેવા શિખરો સર કરી શકે ને, પ્રયત્ન પહેલા હાર માની લ્યે તો હોય ત્યાંના ત્યાંજ રહે. ઘણું બધું આપ્યા છતાં માણસ ઈશ્વર પાસે ઘટવાની ફરિયાદ લઈને જાય છે,તો શું એ મનની ઈચ્છાઓથી દિવ્યાંગ નથી ?

સ્ટેજની મધ્યમાં આવી ઉંચા સ્વરે )

"જોઈ લ્યો હું પણ દિવ્યાંગ છું, પણ તમને નહીં દેખાય. કારણકે તમને બહારનું જ દેખાય છે. બહારથી ભાંગેલો શરીરનો ભાગ તમને દેખાય છે, પણ માણસ અંદરથી કેટલો ભાંગી ચુક્યો છે તે ક્યાં કોઈને જોવાની ફુરસત છે ?"


(ઘૂંટણીયાભર મંચની મધ્યમાં બેસી એકદમ રુદન કરતા કરતા ધીમેથી મસ્તક ઉંચુ કરી )

"હું બહારથી નહીં, પણ અંદરથી દિવ્યાંગ છું. મારું હદય ઘણીવાર ભાંગી ચૂક્યું છે, તો મનોબળ પણ કેટલીય વાર તૂટ્યું છે. લાગણીનાં વહેણના સિંચન કરી સંબધો રોપી રહ્યો છું. બાંધી રહ્યો છું, પણ મળ્યું શું ? " (પોતાના ખાલી હાથ સામું જોઈ) સામે તરફ કરતા ) " દેખાય છે....' મદદ કરવી એ જ સાચો માનવધર્મ' એ વાતને અનુસરી તમારી મદદ માટે તત્પર રહ્યો, પણ મને જોઈતી મદદ વખતે કોઈ ના આવ્યું. જેઓને હદયમાં સ્થાન આપ્યું તેણે જ સ્વાર્થ પૂર્ણ થતા અબોલાનો ઘાતક વાર કર્યો. સામેવાળાના હદયને ઠેસ પહોંચે નહીં તેનું મેં તો ધ્યાન રાખ્યું, પણ તેમણે તો શબ્દોની જોરદાર લાત મારી."

(નમસ્કારની મુદ્રામાં )

"હે પ્રભુ ! હું તમને પૂછું છું કે,"લાગણીશીલ હોવું ગુનો છે ? કોઈના પ્રત્યે મને લાગણી છે તો શું હું ગુનેગાર છું કે આવી ક્રૂર સજા મળે છે. જેને મારાં હદયમાં બિરાજીત કર્યા, જેના પ્રત્યે અખૂટ લાગણી છે તેની અંદર કેમ મારા પ્રત્યે લાગણી નથી ? જો તું જવાબ નહીં આપે તો ખરેખર દિવ્યાંગ થઈ જઈશ. કોઈ વાંધો નહીં, (સામે બેઠેલાં સામું જોઈને )" મારાં હદયમાં વસનાર તમને પૂછું છું. જવાબ આપો.... મારે જવાબ જોઈએ છે...." ઘૂંટણીયાભેર બેસી રડતા રડતા બોલ્યો, "જવાબ આપો..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational