દીકરી
દીકરી
હવે ૨૧ મી સાદી ચાલી રહી છે. દુનિયાએ ખુબ પ્રગતિ કરી લીધી છે. તેમ છતાં આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓ માટે ઘણા ભેદભાવ જોવા મળે છે. જયારે કુટુંબમાં દીકરો જન્મે છે ત્યારે બધા ખુશ થાય છે, અને મીઠી વેહેંચે છે. જયારે દીકરી જન્મે છે ત્યારે બધા ઉદાસ થઈ જાય છે. આને કેમ મોટી કરીશું? કેમ સાચવીશું? તેવી ચિંતાઓ કરવા લાગે છે. દીકરીને બોજ અથવા સાપનો ભારો કહેવામાં આવે છે. પહેલા તો દીકરી જન્મે તો તેને ઉકળતા દૂધમાં નાંખીને મારી નાંખવામાં આવતી હતી. તેને દૂધ પીતી કરી દીધી તેવું કહેવામાં આવતું. એ લોકોને શું ખબર કે એ નાનકડા જીવને કેટલી પીડા થતી હશે.
હકીકતમાં તો દીકરી જયારે મોટી થાય છે ત્યારે ઘરનાં બધા જ કામ કરે છે. સાથે સાથે તેને ભણાવવામાં આવે તો તો તે ભણવામાં પણ હોંશિયાર બને છે. એટલું જ નહિ આજકાલ તો છોકરીઓ રમત ગમતમાં પણ ખુબ જ આગળ વધી ગઈ છે. જેમકે આપણા ગુજરાતની ડાંગ જીલ્લાની આહવામાં રહેતી આદિવાસી જાતિની દીકરી સરિતા ગાયકવાડે ભારત દેશને ઓલમ્પિકમા ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેનાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે. સરકારે તેને સહકાર આપવાનું નક્કી કર્યું છે. તે જ રીતે મિતાલી રાજ નામની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી વન ડે ઇન્ટરનેશનલમાં ૫૦૦૦ રન બનાવીને ભારતને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આમ કેટલીય છોકરીઓ આજે રમત ગમતમાં આગળ અવધી રહી છે.
જે સમાજ સ્ત્રીઓનું અપમાન કરે છે તે સમાજ એ ભૂલી જાય છે કે આ દુનિયામાં તેમણે લાવનાર અને જન્મ આપનાર તેમની મા એક સ્ત્રી જ છે. જેને નવ નવ મહિના સુધી પોતાના પેટમાં રાખી ને ઉછેર્યા છે. સમાજમાં સ્ત્રી માટે કેટલી બધી પાબંધીઓ છે. તેમાં પણ જો કોઈ સ્ત્રી નસીબના વાંકે વિધવા બની જાય તો તો તેનું જીવન જ સમાપ્ત થઈ જાય છે. તેણે નવા કપડાં નહિ પહેરવાના, શણગાર નહિ કરવાનો, બહાર હરવા ફરવા નહિ જવાનું, જાહેરમાં બોલવાનું નહિ. અને જયારે કોઈ સ્ત્રી મરી જાય તો તેનો પતિ બીજા લગ્ન કરીને આનંદથી જીવન જીવે છે. આ ભેદભાવો સ્ત્રી સાથે કરવામાં આવે છે.
આજે દુનિયા ચાંદ પર નહિ પણ છેક મંગળ પર પહોંચી છે ત્યારે, આપણા સમાજે પણ આ બધા કુરીવાજોમાંથી બહાર આવીને સ્ત્રીને સમાજમાં ગૌરવભર્યું સ્થાન આપવું જોઈએ. કેમ કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાંજ દેવતા પ્રસન્ન થાય છે.
