STORYMIRROR

Irfan Juneja

Inspirational

3  

Irfan Juneja

Inspirational

દીકરી એક ગૌરવ કે એક સજા

દીકરી એક ગૌરવ કે એક સજા

5 mins
15K


સમાજમાં દીકરી તરીકે જન્મ લેવું પાપ છે? કદાચ સારું લગાડવા ઘણા લોકો એવું કહેશે કે ના કોઈ પાપ નથી પણ મનમાં તો દીકરા પ્રત્યેનો જેટલો પ્રેમ હશે એટલો દીકરી પ્રત્યે નઈ જ હોય. આવું ઘણી જગ્યા એ જોવા મળે છે.

કોઈ છોકરી જો બાળકને જન્મ આપવાની હોય તો, ઘરના વડીલો જેમ કે દાદા - દાદી, નાના - નાની, માતા - પિતા, સાસુ - સસરા, પતિ ને ફોઈ, કાકા બધાજ એવી ભગવાનને પ્રાર્થના કરે કે અમારી દીકરીના ઘરે કે અમારી વહુના ખોળે એક દીકરો જ જન્મ લે. એ છોકરીની સામે અને બીજા સગાવાળાઓની સામે પણ આવું જ કંઇક બોલતા હોય છે. ભાગ્યે જ એવા કોઈ મળે છે જે એમ કહે છે કે ઈશ્વર જે આપશે એમાં ખુશ કે પછી દીકરી થાય તો સારું. આવા શબ્દો ભાગ્યેજ સંભળતા હોય છે.

જો એ છોકરી જો એક દીકરીને જ જન્મ આપી દે તો સાસરી પક્ષવાળાની જે નવા બાળક માટેની ખુશી હોય છે એ ઓછી થઇ જતા મેં જોઈ છે. અને એ દીકરીને જન્મ આપી પાપ કરી બેસી હોય એવા વર્તન કરવાવાળા પણ મેં ઘણા જોયા છે. દીકરીના પિયરવાળા એને આશ્વાસન આપે છે કે ચિંતા ના કર તારું બીજું બાળક દીકરો થશે. પણ કોઈ એમ કેમ નથી કહેતું કે દીકરી આવી તો ઘરમાં લક્ષ્મી આવી. એ ફક્ત સારી વાતો, ગ્રંથો જ કેમ બની જાય છે. વાસ્તવમાં લોકો એને કેમ નથી અપનાવતા? શું દીકરી સમાજમાં એક સજા છે? એ કોઈ અલગ જ પ્રાણી છે? તો પછી લોકો આટલો ભેદભાવ સાને કરતા હશે?

દરેક ધર્મમાં દીકરીને એક સુંદર સ્થાન આપેલું છે. જેમ કે હિન્દૂ ધર્મમાં એ ઘરની લક્ષ્મી, મુસ્લિમ ધર્મમાં જો અલ્લાહ તમારાથી ખૂબ જ ખુશ થાય તો તમને એક દીકરીના રૂપમાં સંતાન આપે છે. આવા તો ઘણા ગ્રંથો હશે અને ઘણી વાતો હશે પણ લોકો કેમ આ વાતને નથી સમજતા? કેમ એક દીકરા રૂપી સંતાનને મેળવવા એ અબોલ નાના બાળક સાથેના કરવાનું કરી જતા હોય છે?

જો દીકરી થાય તો એ કોઈ સ્ત્રીના હાથમાં તો નથી ને? એતો કુદરત જ નક્કી કરે છે. અને બહુ ભણેલા હોવ અને કુદરતમાં ના માનતા હોય એવા માટે પણ સાયન્સ એ પુરવાર કર્યું છે કે દીકરી કે દીકરાનો જન્મ પુરુષના શુક્રકોષ નક્કી કરે છે. સ્ત્રીમાં તો એક્સ-એક્સ પ્રકારના અંડકોષ હોય છે. જયારે પુરુષમાં એક્સ-વાય પ્રકારના શુક્રકોષ હોય છે. જો પુરુષમાંથી વાય પ્રકાર નો શુક્રકોષ સ્ત્રીના ગર્ભમાં પ્રેવેશે તો જ દીકરો જન્મે તો પછી લોકો એવું કેમ કહે છે કે સ્ત્રી એના પતિ કે પરિવારને દીકરો નઈ આપી શકે?

સમાજમાં રહેલી આ માન્યતા ભણેલા પણ કેમ દૂર નથી કરી શકતા? જો તમારીમાં જ તમારી જનેતા જ દુનિયામાં ના હોત તો તમે જ ન આવ્યા હોત. દુનિયામાં ખાલી પુરુષ જ હોત તો શું બે પુરુષ મળીને સંતાનને જન્મ આપેત? તમારા દીકરાના લગ્ન માટે છોકરી શોધો છો. તો પુરુષ કેમ નથી શોધતા? દીકરીની દુનિયામાં જરૂર છે પણ દીકરીના જન્મ સમય એ આટલી નફરત, આટલી નારાજગી, આટલા સવાલો કેમ?

સરકાર એ એક વાત તો સારી કરી છે કે ગર્ભમાં બાળકની જાત જાણવા કે જણાવવા પર પ્રતિબંધ રાખ્યો. જેથી દીકરીની ગર્ભમાં થતી હત્યાને રોકવામાં મોટી સફળતા મળી, પણ એ અબોલ જીવનો એવો તો શું વાંક કે એને તમે દુનિયામાં પણ નથી લાવવા માંગતા? કેમ આવું કરે છે સમાજ, કેમ લોકો નથી સમજતા કે દીકરી જ વ્હાલનો દરિયો છે.

લોકો દીકરા પાછળ અઢળક રૂપિયા ખર્ચે એને ભણાવે ગણાવે, લગ્ન કરાવે પોતાની બધી જ પ્રોપર્ટી એને આપે, એક સુંદર કન્યા સાથે મેરેજ કરાવે. એના સંતાનને સાચવે પણ એ દીકરો જેટલો મા બાપને પ્રેમ કરે એના કરતા દીકરી વધુ જ કરતી હશે. હું એક દીકરો હોવા છતાં એ ખાતરી આપી શકું. દીકરી જેવી મોટી થાય પોતાનું બધું જ છોડીને સાસરે ચાલી જાય, કઈ પણ માંગે નહિ અને હંમેશા તમારી ચિંતા જ કરતી રહે. તો પણ લોકો કેમ એને એક સજા સમજે છે. કેમ લોકો આવું કરે છે?

મુસ્લિમ ધર્મમાં માને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. માના પગ નીચે સવર્ગ છે એવો કુરાન શરીફમાં ઉલ્લેખ છે. જો સ્ત્રી મહત્વની ના હોત તો એ પયગમ્બર જેને આપણે ખુદાના મેસેનજર માનીએ છીયે એમને આવો ઉલ્લેખ શા માટે કર્યો હશે. મંદિરમાં, મસ્જિદમાં, દરગાહમાં કે દેવી દેવસ્થાન એ જઈને તમે માથું ટેકવો છો પણ એ ખુદાએ આપેલા આ સંદેશા માટે કેમ તમારી આંખો બંધ છે? કેમ તમે કઈ સાંભળવા નથી માંગતા? કેમ?

દીકરીને બોજ બનાવનાર જ તમે છો. કોઈ પણ ધર્મ એમ જ કહે છે કે દહેજ આપવું પાપ છે. પણ સમાજમાં છોકરો માંગે એ છોકરી વાળા આપતા હોય છે. અને આ પણ એક કારણ છે કે ગરીબ કે લાચાર વ્યક્તિ પૈસા ના હોવાના કારણે છોકરીના જન્મ પર નારાજ થતો હોય છે. શું આપણે બધા સમજી આપણા આ કુરિવાજોને દૂર ન કરી શકીયે?

બસ મારે વધુ તો કઈ નથી કેહવું પણ જેટલું હું સમજુ છું એટલું તમે સમજો અને દીકરીના જન્મ પર દીકરાના જન્મ કરતા પણ વધુ ખુશ થાઓ અને એ દીકરીને દીકરાથી પણ વધુ લાડકોડથી ઉછેરીને મોટી કરો. એને દીકરાથી પણ વધુ અભ્યાસ કરવો. એને પગભેર બનાવો. એને ક્યારેય તમારી જરૂર વર્તાય તો હંમેશા સાથે ઊભરહો. સ્ત્રીને માન આપો. એને પહેરવા ઓઢવાની છૂટ આપો. એને તમારી સમકક્ષ બેસાડો, એને પણ એક દીકરા જેવો જ પ્રેમ આપો. તમારી પત્ની, તમારા દીકરાની વહુ, કે કોઈ પણ સ્ત્રીને તમે તમારા દીકરાને દીકરી સમજીને જ પ્રેમ આપો. બસ આજ એક મારું કઠિન સપનું છે. પણ મને આશા છે કે સમાજમાં એવા લોકો છે જે આ વાત સારી અને સુંદર રીતે ફોલો કરી રહ્યા છે. પણ કોઈ જાણતા અજાણતા ના કરતા હોય તો તમારા અહમ ખોટા કુરિવાજોને દૂર કરી આટલું જરૂર કરશો. તો કદાચ....

"દીકરી તમારું ગૌરવ બનશે.. સજા નહિ..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational