ચકલીનાં બચ્ચાને સલાહ
ચકલીનાં બચ્ચાને સલાહ


મમ્મી કહેતી ચકલી બેટા,
કોરોનાથી સાવચેત રહેવાય,
આ વાયરસ છે ભયંકર,
થોડી સાવધાની બેટા રખાય.
તાવ આવે ગળામાં ખારાશ,
માથુ દુખાયને સર્દી થાય,
તરત જ હાથી ડોકટરની
સલાહને દવા લેવા જવાય.
સર્દી થાય ને આવે છીંક તો,
રૂમાલનો ઉપયોગ કરાય,
હાથ રાખજે સ્વચ્છને ચોખ્ખા
સાબુથી વારંવાર ધોવાય.
ઘરનું બનાવેલુ બેટા ખાવુ,
બહારનું ખાવાનું ટળાય,
મારુ કહેવુ તો માનજે બેટા
કોરોનાથી આ રીતે બચાય.
ચકલીનું બચ્ચુ બોલ્યુ મમ્મી,
તારી વાત કદી ના ભૂલાય,
આપણે નથી મનુષ્યની જાત,
કે વારંવાર સમજાવાય.