મગરને વરસાદમાં નાવું છે
મગરને વરસાદમાં નાવું છે

1 min

147
મારે વરસાદમાં નાવું છે,
મમ્મી ચાલને ઘરની બહાર,
મારે વરસાદનું ગીત ગાવું છે.
વરસાદ તો મને રે ગમતો,
પલળવાની મજા આવતી,
બહાર વરસાદમાં જાવુ તો,
તું મને પકડી ઘરમાં લાવતી.
ટપ ટપ ફોરામાં ભીંજાઈને,
મમ્મી મારે ઘરમાં આવુ છે,
મગર કહેતો મમ્મી મમ્મી,
મારે વરસાદમાં નાવું છે.
રેઈનકોટ કે છત્રી મને ના ગમે,
મને વરસાદમાં પલળવુ ગમે,
આવરે વરસાદનાં ગીતો રે,
મમ્મી મારાં મનમાં રે રમે.
વરસાદમાં રમતાં રમતાં મમ્મી,
મારે કારેલાનું શાક ખાવું છે,
મગર કહેતો મમ્મી મમ્મી
મારે વરસાદમાં નાવું છે.