STORYMIRROR

Jasmin Desai

Inspirational Others

3  

Jasmin Desai

Inspirational Others

છોરું કછોરું

છોરું કછોરું

4 mins
15K


છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય

આજે એ સવિતા શહેરના આ વૃદ્ધાશ્રમ રહે છે.

એક સમયે સવિતા એક નસીબદાર ગૃહિણી હતી. તેના પતિ પાસે ઘણી કહી શકાય એવી સંપત્તિ–મકાન હતા. વળી, તેનો પતિ ખૂબ જ સમજદાર હતો કે એ જયારે બહુ બીમાર પડ્યો ત્યારે તમામે તમામ સંપત્તિ–બેન્કના રોકાણો વિગેરે સવિતાના નામે કરી નાખેલા. સવિતા, આ જાતિ ઉંમરે પતિ સાથે રહેતી હતી. ત્યારે તેની સાથે એકનો એક દીકરો જે તેઓનું એક માત્ર સંતાન હતું તેની પત્ની સાથે રહેતો હતો. આમ સારી રીતે રહેતી સવિતાના કુટુંબમાં પતિ- દીકરો અને પુત્રવધૂ સાથે હતા. તે ઉપરાંત સવિતા એવી નસીબદાર હતી કે દીકરા-વહુ પણ લાગણીથી પ્રેમથી તેની સાથે રહેતા હતા. સંપ અને આનંદ સવિતાના નસીબમાં હતા તો વળી પતિ પણ હયાત હતા.

એવામાં, એક દિવસ સવિતાના પતિનું અવસાન થઈ ગયું. દીકરા-વહુએ સવિતાને સાંત્વન આપ્યું તો સવિતા ભલે દીકરા-વહુ લાગણીપૂર્વક તેની સાથે રહેતા છતાં મનોમન માનતી કે પોતે નોધારી નહોતી કારણકે શાણા પતિએ સઘળી મિલકત તેના નામે કર્યાં બાદ સ્વર્ગે વિદાય લીધી હતી. કારણકે પુરુષનું શાણપણ સંતાનો વિષે થોડું વધુ પોતે ગયા પછી પાછળ રહી જતી પત્નીની સલામતી અર્થે સજાગ હોય છે, ભલે સંતાનો નઠારા ન હોય તેની સામે સવિતા તો હર્ષઘેલી એક મા હતી... જનેતા હતી, લાગણીઓ વાળી હતી.

આમ પતિ વિનાની સવિતાના એક પછી એક દિવસો વીતતા હતા. તેમ જે દીકરો- વહુ બાપુજી જીવતા હતા તે રીતની રીતભાતમાં હવે પોતાનું પોત જાણે આગવું આયોજન હોય એ રીતે છત્તું કરવા અને આખરી મુરાદ પાર પાડવા હવે સવિતા સાથે વધુને વધુ લાગણીમાં રહેવા લાગ્યા. સવિતાને તેની જતી–મોટી ઉંમરની વાત કરતા જતા હતા. સવિતા લાગણીમાં તેના કપટને પારખી ન શકી.

આમ હવે સવિતાના દીકરો– વહુ તેને લાગણીના મોટા ધોધમાં નવરાવીને સમજાવીને હૈયે ધરપત અનેક રીતે ધરાવીને સવિતા તરફથી એક પછી એક સંપત્તિ મકાન અને બેંક ડીપોઝીટને સવિતાની સહીથી વટાવી નાખીને તેઓ પોતાના નામે કરતા ગયા. આમ સવિતાને લાગણીમાં પળોટી-પળોટી આવેશમાં લાવી લાવીને એક દિવસ તેની પાસેની તમામ સંપત્તિ દીકરા-વહુએ પોતાના નામે કર્યાં બાદ લાગણીનું એ કપટી લાગણીના એ રેશમી કાપડમાં રાખેલી એ મેલી-મુરાદની છરી દીકરા-વહુએ સવિતાને મારી દીધી કે.....

એક દિવસ એ નોધારી થઇ ગયેલી સવિતાને આ શહેરના વૃધ્ધાશ્રમમાં આ દીકરા-વહુએ ધકેલી દીધી ! હવે બિચારી, વૃદ્ધાશ્રમમાં સવિતા જિંદગીના પાછલા દિવસ ગુજારતી હતી. ઓહ ! સવિતા તો આખરે, દીકરા-વહુથી એટલી બધી લાગણીમાં ઓળઘોળ હતી કે જયારે તેઓએ આમ તો સાવ ખોટે ખોટું કહ્યું કે, 'બા અમે દર પંદર દિવસે તમારી ખબર કાઢવા અને આવશું અને તમારા માટે પૈસા આપવા આવશું.' ત્યારે સવિતા ગળગળી થઈ ગઈ હતી. હકીકતે એ બંને પછી ક્યાં સવિતાનો “ભાવ” પૂછવા આવવાના હતા ! બસ માત્ર દિવસો ઉપર દિવસોનો થર ચડ્યા કર્યો.

આમ કરતા, આજે શહેરના વિનોદરાય શેઠ આ વૃદ્ધાશ્રમમાં કંઇક દાન વિગેરે અર્થે આવ્યા હતા. આ વૃદ્ધાશ્રમની કચેરીમાં બેઠા હતા ત્યાં.. ત્યાં.. ઓહ ! ....શેઠે જોયું કે વૃદ્ધાશ્રમની પરસાળમાં રાખેલ ભગવાનના એક મોટા ફોટાને એક વૃદ્ધા નમન કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. ત્યારબાદ વૃદ્ધાશ્રમમાંથી બહાર જવાના ઝાંપા તરફ પોતાના બે હાથ ઊંચા કરીને કોઈને આશીર્વાદ આપતી હોય તેમ કરીને માથા પાસે ટચાકા ફોડી રહી હતી.

આ સર્વે ચેષ્ટા નિહાળતાં શેઠ વિનોદારયને જરા નવાઈ લાગી અને આ વૃદ્ધા આમ શા માટે કરી રહી છે એ જાણવાની ઉત્તેજના થઈ આથી એક કર્મચારી મારફતે એમને પોતાની પાસે બોલાવી. એ વૃદ્ધા બીજું કોઈ નહિ પરંતુ પેલી હરખઘેલી સવિતા જ હતી.

સવિતા આવી એટલે શેઠે પૂછ્યું, ‘બા, તમે પરસાળમાંના ભગવાનના ફોટા પાસે અને પછી ઝાંપા તરફ શું કરી રહ્યા હતા ?

ત્યાં તો સવિતા આંખોમાં આનંદ આંજી- ચહેરા ઉપર તેજ ઉભરાવતા ટહુકી ઉઠી, “શેઠ, તમને ખબર છે ? આજે મારા દીકરાનો જન્મદિવસ છે એટલે હું એના સુખ માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી અને અહીંથી બહાર જવાના ઝાંપે તેને આશીર્વાદ આપી તેના ઓવારણાં આપી રહી હતી.” સવિતા સહેજ અટકી.. ત્યારબાદ ફરી કહેવા લાગી, “અરે , શેઠ એ ભલે આજે મારો દીકરો મને ભૂલી ગયો હોય ... હા ભૂલી ગયો હોય પરંતુ હું કંઈ એને ભૂલું ? હું એની જનેતા છું ! મે તેની પ્રસુતીનું મીઠું દર્દ ભોગવ્યું છે એ પોતાના જણ્યાને ભૂલું ? હા , આજે ભલે એ મને ભૂલી ગયો હોય પણ હું તો તેના સુખ માટે પ્રભુને પ્રાર્થના કરતી રહીશ. આશીર્વાદ આપતી રહીશ. હા...હું એક મા છું. મા !" એમ કરતા સવિતા વૃદ્ધાશ્રમના રસોડે દોડી ગઈ અને ત્યાં રસોયાભાઈને કહેવા લાગી ‘ભાઈ, આજે મારી થાળીમાં થોડો મુકજો. મીઠું મોઢું તો કરવું જોઈએ ને ! આજે મારા દીકરાનો જન્મદિવસ છે.

અને વૃદ્ધાશ્રમની કચેરીમાં સહુ અને વિનોદરાય શેઠ મૌન થઇ જતા બસ એક જ વાત હૃદયથી બોલી રહ્યા હતા કે “છોરું કછોરું થાય, માવતર કદી કમાવતર ન થાય.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational