બ્રાહ્મણ અને સાત પરીઓ
બ્રાહ્મણ અને સાત પરીઓ


એક મોટું ગામ હતું. તેમાં એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતાં હતાં. તેમને સંતાન ન હતું. બ્રાહ્મણ ખુબ આળસુ હતો. બ્રાહ્મણી પરચુરણ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી. એક વખત બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું ‘આ લો ! ભાથું તૈયાર છે. જાવ તમે જંગલમાંથી લાકડા કાપી આપો. ત્યારે બ્રાહ્મણ લાકડા લેવા જાય છે. ઉનાળાનો તડકો, ઉઘાડે પગે એ ખુબ અકળાય છે. આથી એને સારી જગા એ બેસવાનું નક્કી કર્યું.
એક મોટું જંગલ આવ્યું. તે જંગલમાં એક મોટું અને ઘટાદાર વૃક્ષ આવ્યું. એટલે તેને આરામ કરવાનું નક્કી કર્યું. તેને ખૂબ ભૂખ લાગી આથી તે ભાથું ખાવા લાગ્યો. તે વૃક્ષની ઉપર સાત પરીઓ રેહતી હતી. તે નીચે આવીને બ્રાહ્મણને આજીજી કરવાં લાગી. એક પરી એ કીધું કે હું તમને એવી બકરી આપીશ જો તું એને ઘાંસ ખવડાવીશ તો તેના મોમાંથી સોનામહોર નીકળશે.
બ્રાહ્મણ તે બકરી લઈને ઘરે જઈ રહ્યો હતો. રાતનો સમય થઇ ગયો હતો. એટલે તે પોતાના મિત્રને ઘરે રાત પૂરી કરવાં ત્યાં રહ્યો. ત્યાં જાદુઈ બકરી વિષે વાત કરી. મધરાત્રી થઇ એટલે તેનો મિત્ર એ બકરી ને ઘાંસ આપ્યું તો તેનાં મોમાંથી સોનામહોર નીકળી તે લઇને તેને પેટીમાં સંતાડી દીધી. અને તે બકરી લઇ તેની જગ્યા એ તેના જેવી જ બકરી મૂકી દીધી.
સવાર થયું. બ્રાહ્મણ જાગ્યો. અને તે બકરી લઈને ઘરે ગયો એને તેની પત્નીને આ જાદુઈ બકરીની વાત કરી. ત્યારે તેની પત્ની આ જાદુઈ બકરીને ઘાંસ આપવા ગઈ ત્યાં તેના મોમાંથી એકે સોનામહોર ન નીકળી. આથી એ ગુસ્સે ભરાઈ અને કહેવા લાગી પરીઓએ તમને છેતર્યા છે. જાવ તમે તેને ખાઈ જાવ. બ્રાહ્મણ ફરી જંગલમાં જાય છે. એને કેહવા લાગે છે કે તમે મને દગો દીધો છે. હું તમને ખાઈ જઈશ.
પરીઓ ડરીને કહેવા લાગી કે 'હે બ્રાહ્મણ ! અમે તમને છેતર્યા નથી. આ લે એક જાદુઈ વાસણ છે. આમા તારે જે ખાવું હોય તે સાત વખત બોલજે. આમાં તે વસ્તુ આવી જશે.' આથી બ્રાહ્મણ વાસણ લઈને ઘરે જાય છે. રસ્તામાં અંધારું થઇ જાય છે. એટલે તે પોતાના મિત્રને ઘરે રહ્યો. ત્યાં જાદુઈ વાસણ વિષે વાત કરીને બ્રાહ્મણ ઊંઘી જાય છે. તેના મિત્ર એ મધરાત્રીએ જાગીને વાસણ લઇ લીધું અને તેના જેવું જ બીજું વાસણ મૂકી દીધું.
સવાર થઇ એટલે બ્રાહ્મણ ઉઠ્યો અને થોડી વાર પછી તે પોતાને ઘરે ગયો. અને તેણે પોતાની પત્નીને આ વાત કરી અને પત્ની ખુશ થઇ ગઈ. બ્રાહ્મણ પોતે લાવેલા વાસણમાં સાત વાર પોતાની મનપસંદ વાનગીનું નામ બોલ્યા. પણ કઈ આવ્યું નહી. આથી પત્ની ગુસ્સે ભરાઈ. પરીઓએ તમને છેતર્યા છે બોલી. તમે તેને ખાઈ જાવ. બ્રાહ્મણ ફરી જંગલ મા જાય છે. એને કેહવા લાગે છે કે તમે મને દગો દીધો છે. હું તમને ખાઈ જઈશ. આથી પરીઓને શંકા ગઈ. કેહવા લાગી તમે કોઈને ત્યાં રોકાઓ છો ? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હા હું મારાં મિત્રને ત્યાં રોકાઉં છું. પરીઓએ કહ્યું કે આ લે લાકડી અને દોરડી તે જાદુઈ છે. આથી બ્રાહ્મણ તે લઈને ગયો. અને તેના મિત્ર એ ઘરે રોકાયો. મિત્રને કોઈ પણ વાત કાર્ય વિના ખાઈ પીને સુઈ ગયો.
મધરાત્રીએ બ્રાહ્મણનો મિત્ર જાગ્યો તો દોરડી વડે બંધાઈ ગયો. અને લાકડી તેને મારવા લાગી, આથી બ્રાહ્મણ જાગી ગયો અને બોલ્યો કે તે મને છેતર્યો છે. આથી તને આ લાકડી મારવા લાગી. બ્રાહ્મણના મિત્ર એ તેની ભૂલ સ્વીકારી લીધી. અને બ્રાહ્મણને પોતાની બંને જાદુઈ ચીજો મળી ગઈ.
બ્રાહ્મણ પોતાનાં ઘરે ગયો. તેની પત્નીને આ બધી વાત કહી અને તેની પત્ની ખુશ થઇ ગઈ. અને તેઓ પોતાના આખા ગામમાં ધનવાન બની ગયા. ખરેખર મિત્રો ને જાણી લેવા જોઈએ.