Karan Luhar

Inspirational Others

3  

Karan Luhar

Inspirational Others

બિમારીથી બચાવ

બિમારીથી બચાવ

2 mins
15.1K


એક મોટું ગામ હતું. તે ગામનું નામ રામપુર હતું. આ રામપુર ગામ ઘણું જ સ્વચ્છ અને સુંદર હતું. ગામના લોકો પણ અમીર અને સંસ્કારી હતા. તે ગામમાં એક મોટો દરબાર ગઢ હતો. તે દરબાર ગઢમાં એ ગામના રાજા રહેતા હતા. ગામમાં મોટા મોટા આલીશાન મકાન હતા. ગામમાં વૃક્ષો પણ ઘણ હતા. વળી મોટા બગીચા પણ હતા. એટલે ગામ ખુબ જ હરિયાળું અને સુંદર હતું.

હવે એકવાર આ ગામના રાજા મહેશસિંહ ગામમાં નગરચર્યા કરવા માટે નીકળ્યા. તે ગામની સ્વછતા અને સુંદરતા જોઈને ખુશ થયા. ગામની હરિયાળી જોઈ તે ખુબ જ રાજી થયા. પણ તેમણે એક વાત નજરમાં આવી. તેઓ જે રસ્તે ઘોડો લઈને નીકળતા ત્યાં પાછળ ખુબ જ ધૂળ ઉડતી હતી. આ ધૂળને લીધે રસ્તા પર ચાલવાવાલા બીજા લોકોને ખુબ જ તકલીફ પડતી હતી. ખસ કરીને નાના બાળકો અને ઉમરલાયક વૃદ્ધ માણસોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

બીજા દિવસે રાજાએ દરબારમાં સભા ભરી અને પોતાના મંત્રીઓને કહ્યું, ‘આપણું નગર ખુબ જ સુંદર અને હરિયાળું છે. પણ તેના રસ્તા ધૂળવાળા છે. એટલે વારંવાર ધૂળ ઉડ્યા કરે છે. જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. માટે રસ્તાની ધૂળ ઉડતી બંધ થાય તેવો કોઈ ઉપાય કરવો જોઈએ. તમારા બધાનો શું મત છે ?’ બધા દરબારીઓએ રાજાની વાતમા સહમતી બતાવી. અને આ ધૂળ ઉડતી બંધ કરવાનો ઉપાય શોધવા લાગ્યા.

એક દરબારીએ ઉપાય બતાવતા કહ્યું કે ‘આપણે દરરોજ ગામના માર્ગો પર પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી ધૂળ ઉડશે નહિ.’ તો વળી બીજા દરબારીએ કહ્યું કે મહારાજા ‘પાણી છાંટવામાં વાંધો નથી પણ જો વધારે પાણી છંટાય તો કાદવ કીચડ થાય, અને ઓછું પાણી છંટાય તો વાળી પાછી ધૂળ ઉડવા જ લાગે. વળી પાણીનો બગાડ પણ ખુબ જ થાય. માટે પાણી છાંટવાનો ઉપાય યોગ્ય નથી.’

આ બાબતને લઈને ખુભ જ ચર્ચાઓ થઈ. અંતે એક દરબારીએ ઉપાય બતાવતા કહ્યું, ‘મહારાજ આપણે ગામના કાચા રસ્તાઓની જગ્યાએ પાક્કા માર્ગો બનવા જોઈએ જેથી ધૂળ ઉડશે નહિ.’ દરબારીની આ વાત ઉપર બધા સહમત થયા. પછી દરબારીઓ, ગામલોકો, સૈનિકો બધાએ ભેગા મળીને ગામના કાચા રસ્તાઓને પાકા કરવાનું કામ જોરશોરથી શરુ કરી દીધું.

બધાના સાથ અને સહકારથી થોડાક જ દિવસોમાં બધાજ રસ્તા પાકા બની ગયા. હવે પાકા રસ્તા બની જવાથી હરિયાળું અને સુંદર રામપુર ગામ વધુ સુંદર બની ગયુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational