ભેટનો ઇન્કાર
ભેટનો ઇન્કાર
એક દિવસની વાત છે. ભગવાન બુદ્ધ નદીએ સ્નાન કરવા જતાં હતા. ત્યાં તેમની પાસે એક વેપારી આવ્યો. તે ભગવાન બુદ્ધને ગાળો આપવા લાગ્યો. પરંતુ ભગવાન બુદ્ધ શાંત રહ્યા. વેપારી ગાળો આપીને જતો રહ્યો. આજ રીતે પેલો વેપારી બીજે દિવસે પણ ભગવાન બુદ્ધને ગાળો આપીને જતો રહ્યો. આમ કેટલાય દિવસ સુધી રોજ પેલો વેપારી નદીકિનારે આવી ભગવાન બુધ્ધને ગાળો આપીને જતો રહે.
પણ અચાનક તે પછીના એક દિવસ તે વેપારી ભગવાન બુદ્ધના ચરણોમાં આવીને પડી ગયો. તે માફી માગવા લાગ્યો, “હે મહાત્મા, મે આપને આટલા દિવસ ગાળો આપી તે બદલ માફ કરજો. પણ મને એ ન સમજાયું કે મે આપને આટલી બધી ગાળો આપી તેમ છતાં આપ શાંત કેમ રહ્યા. કંઈ બોલ્યા કેમ નહિ ?”
ભગવાન બુદ્ધે કહ્યું, “ભાઈ તું મને ગાળો આપે છે, પણ હું તે લેતો જ નથી. તું મને એક વાતનો જવાબ આપ. જો તારા ઘરે મહેમાન આવે તો તું આવકાર આપે છે ?”
વેપારી બોલ્યો, “હા પ્રભુ, ભગવાનને તો હું ભગવાન સામાન માનું છુ.
ભગવાન બુદ્ધે કહ્યું, ‘શુ તું એમને જમવાનું આપે છે ?
વેપારી કહે ,”હા ભગવાન હું તેમને જમવાનું ચોક્કસ આપું છુ.
ભગવાન બુદ્ધ બોલ્યા, “જો મહેમાન જમવાની ના પાડે તો ?
વેપારી બોલ્યો, “જો તે જમવાની ના પડે તો જમવાનું મારી પાસે જ રહે છે.”
ભગવાન બુદ્ધે કહ્યું, “તો પછી તે મને આટલા દિવસ જે આપ્યું, તે મે લીધું જ નથી. એટલે બધું તારી પાસે જ રહ્યું.”
વેપારી પોતાના અપરાધ બદલ લાચાર થયો. તેણે ફરી ભગવાન બુદ્ધની માફી માંગી. અને ભવિષ્યમાં કયારેય કોઈને પણ અપશબ્દો નહિ બોલવાની પ્રતિજ્ઞા લીધી.
