Bhavna Trivedi

Inspirational Classics

3  

Bhavna Trivedi

Inspirational Classics

અસ્તિત્વ

અસ્તિત્વ

2 mins
7.3K


સવારનાં સોનેરી કિરણોએ પૃથ્વીને ઝળહળ કરી દીધી. નીરવ શાંતિમાં પક્ષીઓનો કલરવ સૃષ્ટિને જીવંત કરી ગયો. બારીમાંથી આવતા પ્રકાશે તૃષા૩ૃની આંખ ખોલી. ઠંડી મીઠી હવા શ્વાસમાં ભરતી તૃષા આંખો બંધ કરી એમ જ પડી રહી. અચાનક કંઈક ફરક્યું, ઉદરમાં થતા સળવળાટે તૃષાને વાસ્તવિકતાની ધરતી પર લાવી મૂકી. પથારીમાંથી પગ જમીન પર મુક્તાં જ તૃષાએ અનુભવ્યું. જાણે સ્વપ્નના આકાશ પરથી કોઈએ જમીન પર ફેંકી દીધી. રોકવા છતાંય તેનું મન ભૂતકાળની સફરે જઇ ચડ્યું...

સાવ નાનકડી તૃષા. બા દાદાની લાડકી... સવારે આંખ ખુલતા જ એની રંગીન દુનિયામાં આવી જતી... પપ્પાની બુમો ને માનાં છણકાં સાથે તૃષાની જીદ ને બાળહઠ સામે નમવું પડતું. પાપા ઉંચકીને ન લાવે ત્યાં સુધી જમીન પર પગ મુકતી નહિ... પછી શરુ થતો એનો દિવસ...

રીસાવું... રડવું... સ્કુલ જવું... ત્યારે દાદા ૨૫ પૈસા આપતા. ખજાનો હાથ લાગ્યો હોય એવી ખુશી થતી. ધીન્ગામસ્તી, ભણવું, ઇતર પર્વૃતિ ભાગ લેતી તૃષા એના શિક્ષકોમાં પણ એટલી જ પ્રિય હતી. ગરબા, ગીત કે બીજી સ્પર્ધામાં અવ્વલ ક્રમાંક લઇ ઘરે આવતી ત્યારે ઘરની ખડકી ને આંગણું પોરસાતું. સાંજે એજ સખીઓ, જમવાનું ને ફરી પાપાની કોટે વળગી સૂઈ જતી તૃષા માટે એ દિવસો સોનેરી હતાને રાતો રળિયામણી...

મારા કપડા કેમ ઈસ્ત્રી ક્યાં નથી?

મારો નાસ્તો ક્યાં?

અચાનક આવેલા અવાજોથી તેની તંદ્રા તૂટી. હાંફળીફાંફળી ઊભી થઇ કપડા ઠીક કરતી બહાર આવી. એનો દિવસ શરુ થયો. નાસ્તો, ચા, રસોઈની ઘટમાળમાં અટવાયેલી તૃષા ભૂલી જ ગઈ કે સંગીત વાંચન પણ એનો શોખ હતો. સાવ કાચી વયમાં થયેલા લગ્ન એ એના શોખ પુરા કરવાની કે સાસરિયાઓ સમક્ષ રજુ કરવાની તક જ ના આપી. કર્તવ્યનિષ્ઠ પત્નીને વહુની ફરજ બજાવતી તૃષા પોતાના સઘળા શોખ એક બાજુમાં મૂકી સાસરીમાં એકાકાર થઇ ગઈ હતી. કોઈવાર શોખની વાત નીકળતી તો સાસરિયા પોતાની બડાઇઓમાં એની વાતને ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવી દેતા. ધીમેધીમે તૃષા બોલવું જ ભૂલી ગઈ. ફરજો પૂરી ગઈ. ફરજો પૂરી કરવાના સંતોષ સાથે એક વસવસો પણ હતો.

પ્રસુતિને ગણતરીના જ દિવસો જ બાકી હતા. આજે તૃષાને એ બધું યાદ આવતું હતું. બાળપણ, લગ્ન, પિતાનું મૃત્યુ, સાસરીના સારા નરસા પ્રસંગો. તૃષા બધે જ હતી, ક્યાંક દીકરી ને ક્યાંક વહુ, એનું પોતાનું અસ્તિત્વ ક્યાં હતું? કોઈએ પૂછ્યું જ નહોતું કે તૃષા... તને શું ગમે? શું ભાવે? બધાની ઈચ્છાઓ પૂરી કરતા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠેલી તૃષા આજે વિચારમાં પડી હતી. ઊંડા મનોમંથન ને અંતે તૃષાએ ઉપસેલા ઉદર પર હાથ મુક્યો ને મનોમન એક નિર્ણય કર્યો...

મારા આવનાર સંતાનને એનું પોતાનું અસ્તિત્વ હશે, જે ઈચ્છા, ઝંખના પોતે સતત મારતી રહી તે આવનાર સાથે નહિ થવા દઉં... દીકરીને તો ક્યારેય નહિ... એવા મક્કમ નિર્ધાર સાથે આવનાર બાળકને મનથી વચન આપ્યું. અને વાતાવરણની ઠંડક તૃષાની અંદર પણ પ્રસરી ઞઈ.


Rate this content
Log in

More gujarati story from Bhavna Trivedi

Similar gujarati story from Inspirational