Bhavna Bhavna

Inspirational Classics

3  

Bhavna Bhavna

Inspirational Classics

અસ્તિત્વ

અસ્તિત્વ

2 mins
15.5K


સવારના સોનેરી કિરણોએ પૃથ્વીને ઝળહળ કરી દીધી. નીરવ શાંતિમાં પક્ષીઓનો કલરવ સૃષ્ટિને જીવંત કરી ગયો. બારીમાંથી આવતા પ્રકાશે તૃષાની આંખ ખોલી. ઠંડી મીઠી હવા શ્વાસમાં ભરતી તૃષા આંખો બંદ કરી એમ જ પડી રહી.

અચાનક કૈક ફરક્યું, ઉદરમાં થતા સળવળાટે તૃષાને વાસ્તવિકતાની ધરતી પર લાવી મૂકી. પથારીમાંથી પગ જમીન પર મુક્તા જ તૃષાએ અનુભવ્યું. જાણે સ્વપ્નના આકાશ પરથી કોઈએ જમીન પર ફેકી દીધી. રોકવા છતાય તેનું મન ભૂતકાળની સફરે જઇ ચડ્યું...

સાવ નાનકડી તૃષા... બા દાદાની લાડકી... સવારે આંખ ખુલતાં જ એની રંગીન દુનિયામાં આવી જતી. પપ્પાની બુમો ને માના છણકા સાથે તૃષાની જીદ... અને પાપાને બાળહઠ સામે નમવું પડતું. ઉચકીને ન લાવે ત્યાં સુધી જમીન પર પગ મૂકતી નહિ. પછી શરૂ થતો એનો દિવસ.

રીસાવું... રડવું... સ્કુલ જવું... ત્યારે દાદા ૨૫ પૈસા આપતા. ખજાનો હાથ લાગ્યો હોય એવી ખુશી થતી. ધીન્ગામસ્તી, ભણવું, ઇતર પર્વૃતિ ભાગ લેતી તૃષા એના શિક્ષકોમાં પણ એટલી જ પ્રિય હતી. ગરબા, ગીત કે બીજી સ્પર્ધામાં અવ્વલ ક્રમાંક લઈ ઘરે આવતી ત્યારે ઘરની ખડકી ને આંગણું પોરસાતું. સાંજે એજ સખીઓ, જમવાનું ને ફરી પાપાની કોટે વળગી સૂઈ જતી તૃષા માટે એ દિવસો સોનેરી હતા ને રાતો રળિયામણી.

"મારા કપડાં કેમ ઈસ્ત્રી નથી?"

"મારો નાસ્તો ક્યાં?"

અચાનક આવેલા અવાજોથી તેની તંદ્રા તૂટી. હાંફળીફાંફળી ઊભી થઈ કપડાં ઠીક કરતી બહાર આવી. એનો દિવસ શરૂ થયો. નાસ્તો, ચા, રસોઈની ઘટમાળમાં અટવાયેલી તૃષા ભૂલી જ ગઈ કે સંગીત વાંચન પણ એનો શોખ હતો. સાવ કાચી વયમાં થયેલાં લગ્ન એ એના શોખ પુરા કરવાની કે સાસરિયાઓ સમક્ષ રજુ કરવાની તક જ ના આપી.

કર્તવ્યનિષ્ઠ પત્ની ને વહુની ફરજ બજાવતી તૃષા પોતાના સઘળા શોખ એક બાજુમાં મૂકી સાસરીમાં એકાકાર થઈ ગઈ હતી.

કોઈવાર શોખની વાત નીકળતી તો સાસરિયા પોતાની બડાઇઓમાં એની વાત અને ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવી દેતા. ધીમેધીમે તૃષા બોલવું જ ભૂલી ગઈ. ફરજો પૂરી ગઈ. ફરજો પૂરી કરવાના સંતોષ સાથે એક વસવસો પણ હતો.

પ્રસુતિને ગણતરીના જ દિવસો જ બાકી હતા. આજે તૃષાને એ બધું યાદ આવતું હતું. બાળપણ, લગ્ન, પિતાનું મૃત્યુ, સાસરીના સારા નરસા પ્રસંગો. તૃષા બધે જ હતી, ક્યાંક દીકરી ને ક્યાંક વહુ, એનું પોતાનું અસ્તિત્વ ક્યાં હતું? કોઈએ પૂછ્યું જ નહોતું કે તૃષા.. તને શું ગમે? શું ભાવે? બધાની ઈચ્છાઓ પૂરી કરતા પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠેલી તૃષા આજે વિચારમાં પડી હતી.

ઊંડા મનોમંથનને અંતે તૃષાએ ઉપસેલા ઉદર પર હાથ મૂક્યો ને મનોમન એક નિર્ણય કર્યો, "મારા આવનાર સંતાનને એનું પોતાનું અસ્તિત્વ હશે, જે ઈચ્છા, ઝંખનાપોતે સતત મારતી રહી તે આવનાર સાથે નહિ થવા દઉ.. દીકરીને તો ક્યારેય નહિ..." એવા મક્કમ નિર્ધાર સાથે આવનાર બાળકને મનથી વચન આપ્યું અને વાતાવરણની ઠંડક તૃષાની અંદર પણ પ્રસરી ઞઈ.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhavna

Similar gujarati story from Inspirational