અપંગ છોકરી
અપંગ છોકરી


એક ગામ્ હતું. આ ગામ સ્વચ્છ અને સુંદર હતું. તે ગામનું નામ ભેસાણ હતું. આ ગામમાં એક સરસ મજાની પ્રાથમિક શાળા હતી. જેમાં ગામના બાળકો ભણતા હતાં. જેમાં એક મિત્તલ નામની છોકરી ભણતી હતી. આ મિત્તલ પગે અપંગ હતી. પણ તેમ છતાં ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. તે ખુબ હિંમતવળી હતી. અપંગ હોવા છતાં બે કિલોમીટર જેટલે દુરથી ચાલીને ભણવા આવતી હતી. તે ભણવામાં પણ ખુબ જ હોંશિયાર હતી. હંમેશા પહેલી જ આવતી.
તેની હોંશિયારી અને હિંમત માટે આખું ગામ અને આખી શાળા તેનું સન્માન કરતુ હતું. તેના વર્ગશિક્ષક પણ ખુબ જ હિંમત આપતા હતાં. મિત્તલ તેમને કહેતી કે તે પણ સોનાબેનની જેમ શિક્ષિકા જ બનશે. શાળામાં જયારે છવ્વીસમી જાન્યુઆરીનું ઉજવણી હોય ત્યારે ધ્વજ તેના હાથે જ ફરકાવવામાં આવતો હતો. આ પ્રસંગમાં ગામના સરપંચ જોરાભાઈ પણ હાજર રહ્યા હતાં. અને આચાર્ય શ્રી પરિમલભાઈ અને તેમની સાથે પ્રોત્સાહન આપ્યું હતું. આ જ પ્રસંગે મિત્તલને તેની હિંમત અને હોંશિયારી બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.
જેમ જેમ સમય પસાર થતો મિત્તલ મોટી થતી ગઈ. સાથે સાથે તેની ભણવાની ધગશ પણ વધતી ગઈ. તે ખુબ ભણી, દસમા બારમામાં સારા માર્ક્સ લાવી. કોલેજ કરી. અને પછી એક દિવસ શિક્ષિકા બની. આજે પણ તે શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અને સમાજમાં સન્માન સાથે જીવે છે. એટલે અપંગ હોવું એ કોઈ પાપ નથી. દુનિયામાં એવા અનેક લોકો છો જેમણે અપંગ હોવા છતાં એવા મોટા મોટા કામ કર્યા છે કે સામાન્ય માણસો પણ ન કરી શકે.