Mehul Trivedi

Inspirational

4.7  

Mehul Trivedi

Inspirational

અનુભવ

અનુભવ

2 mins
16.3K


એક વખત શહેરમાં રહેતા એક ડોકટર પોતાની ગાડીમાં ફેમિલી સાથે ફરવા નીકળ્યા. સાંજના ચારેક વાગ્યા છે, રવિવાર છે, અને વરસાદી વાતાવરણ છે તો મજા આવશે.

શહેરથી થોડેક આગળ નીકળ્યા ત્યા કાર બગડી ગઈ. બે બાળકો અને પત્ની સાથે ડોકટર સાહેબ રસ્તામાં ઉભા રહી ગયા. રસ્તો સૂમસામ, ના કોઈ આવે, ના કોઈ જાય, ધીરે ધીરે સાંજ ઢળવા લાગી, સૂરજ અસ્ત થવા આવ્યો, કોઈ દેખાય નહી. થોડી વારે ત્યા બાઈકનો અવાજ આવ્યો, આશા જાગી કે કઈક કામ થશે.

બે યુવાનો બાઈક પર ક્યાક જઈ રહ્યા હતા, એમને ઉભા રાખી , ડોકટરે વિગત સમજાવી અને ખાસ તો કહે કે , ફેમીલી સાથે નિકળ્યો છુ તો મદદ કરવા કહ્યુ.

બન્ને યુવકો એ બાઈક પર થી ઉતરી ને થોડી ઘણી મથામણ કરીને ગાડી ચાલુ થાય તેવા પ્રયત્નો કર્યા અને ગાડી ચલુ થઈ ગઈ, યુવકો એ કહ્યુ, ગાડી કોઈ મિકેનીકને તો બતાવવી જ પડશે, ચાર-પાંચ કિ.મી.થી વધારે નહી ચાલે, જો તમને વાંધો ના હોય તો અમારુ ઘર નજીકમાં જ છે.

બીજુ થાય પણ શુ ? જવાનુ નક્કી કરી લીધુ.

યુવકોના ઘરે ગયા ત્યા તો, જે બાળકો અત્યાર સુધી કાઈ બોલ્યા નહોતા, એ એકદમ ખીલીને રમવા લાગ્યા. ગામડાનુ ઘર, મોટુ ફળીયુ, બાળકો રમે એ જોઈ ને ડોક્ટરના પત્ની પણ ખુશ થયા. ચા- નાસ્તો આવી ગયા અને રાતના અહી જ જમવાનુ છે તેમ યુવકો એ જણાવ્યુ, ડોક્ટર ફેમિલી રાજી થઈ ગયુ.

બીજી બાજુ, મિકેનીકને બોલાવી કાર પણ સરખી કરાવી લીધી. હવે યુવાનો એ કહ્યુ કે, કાર રિપેર થઈ ગઈ છે. ડોક્ટરફેમીલી જવા તૈયાર થઈ ગયુ, ડોક્ટર પૈસા આપવાની વાત કરી, કેટલા થયા તે કહો. અને તમે ઉપયોગમાં આવ્યા છો, તમારે કોઇ કામ હોય તો મને જણાવજો, હું નજીકના શહેરમાં ડોકટર છુ એમ પણ કહ્યુ.

ત્યારે, યુવાનો એ કહ્યુ, આ તો અમારો ધરમ છે કે અજાણ્યાને મદદ કરવી, અમારે કોઇ પૈસા લેવાના નથી.આ બાજુ ફરીથી આવજો અને હા, કોઈ માણસ તમારે ત્યા બપોરે પાણી પીવા આવે તો ના ન પાડતા, અમે તમારા શહેરમાં મારા નાનાભાઈની કોલેજની ફી ભરવા આવ્યા ત્યારે તમારા ઘર પાસેથી પસાર થયા હતા અને આ બેનને જોઈ પાણી માગ્યુ હતુ, પણ તમને એમ કે આ કોઈ ચોર કે રખડતા છોકરા ઓ હશે એટલે આપ્યુ નહોતુ.

હવે, કોઈ અમારી જેવો આવે અને પાણી માગે તો પાણીની ના ન પાડતા, પ્લીઝ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational