અણમાનીતી રાની
અણમાનીતી રાની
ઘણા વરસો પહેલાની આ વાત છે. તે વખતે રજાઓ રાજ કરતાં હતા. રજાઓ પોતાના માન મોભા માટે એક કરતા વધારે રાણીઓ રાખતા હતા. આવા જ એક રાજાની વાત છે. એક રાજાને સાત રાણીઓ હતી. તેમાંથી છ રાણીઓ રાજાને ખુબ વ્હાલી હતી. જયારે સાતમી રાણી રાજાને અણમાનીતી હતી. છ રાણીઓ અને રાજા બધા આ સાતમી રાણી ખુબ જ હેરાન કરતા હતા. પણ સાતમી અણમાનીતી રાણી ખુબ જ ડાહ્યી અને સહનશીલ હતી.
ઘણા વરસો પસાર થઇ ગયા. રાજાને છ છ માનીતી અને એક અણમાનીતી એમ સાત સાત રાણીઓ હોવા છતાં કોઈ રાણીને સંતાન હતું નહિ. એ સમય એવો રીવાજ હતો કે જે રાણી પહેલા કુંવરને જન્મ આપે તે કુંવર રાજ્યનો રાજા બને. અને રાજકુંવરને જન્મ આપનાર રાણી રાજમાતા બને. એટલે બધી જ રાણીઓ પહેલા માતા બનવા ઉતાવળી હતી. પણ કોઈપણ રાણીને કુંવર જન્મ્યો જ નહી. રાજા ખુબ જ ઉદાસ થઇ ગયા. તેમને ચિંતા થવા લાગી. 'મારે સંતાન નહિ હોય તો મારા પછી આ રાજપાઠ કોણ સંભાળશે ?’
એક દિવસ રજા અને તેમાં વફાદાર મંત્રી બેઠા હતા. રાજા ખુબ જ ચિંતામાં ડૂબેલા હતા. આ જોઈ મંત્રીએ પૂછ્યું, ‘રાજાજી આપ શું ચિંતામાં ડૂબેલા છો ?’ ત્યારે રાજાએ પોતાના વફાદાર મંત્રીને પોતાના મનની વાત કરી. મંત્રીએ રાજાને આશ્વાસન આપતા કહ્યું, ‘મહારાજ આપ ચિંતા નાં કરો. આપણા નગરની બહાર જંગલમાં એક ઋષિનો આશ્રમ છે. તેઓ ખુબ તપસ્વી અને ચમત્કારી છે. મારી પત્નીને પણ ઘણા વરસો સુધી સંતાન નહતું. પણ એક દિવસ હું મારી પત્નીને તે ઋષિ પાસે લઇ ગયો. ઋષીએ એ યજ્ઞ કરી મને ફળનો પ્રસાદ આપ્યો. આપ્રસાદ મારી પત્નીને ખવડાવ્યો. અને સમય જતા મારી પત્નીએ એક સુંદર દીકારને જન્મ આપ્યો.’
આ વાત સાંભળી રજા ખુશ થઇ ગયો. તેમેને બીજા દિવસે સવારે જ એ ઋષિના શ્રમમાં જવાનું નક્કી કર્યું. રાજા અને તેની માનીતી છ રાણીઓ રથમાં બેસી જંગલમાં જવા નીકળ્યા. નવી રાણીને આવાતની જાણ થઇ. તેને પોતાની વફાદાર એક દાસીને આ રાજાની સાથે જંગલમાં મોકલી. ત્યાં શું થાય છે. તે જાણી લવાનું કહ્યું.
રાજા જંગલમાં ઋષિના આશ્રમમાં ગયા. ઋષિને બધી વાત કરી. ઋષીએ પોતાના તપના બળથી એક યજ્ઞ કર્યો. અને પ્રસાદ સ્વરૂપે છ રાણીઓને એક એક કેરી આપી. અને કહ્યું, ‘સવારે વહેલા ઉઠીને આ કેરીનો પ્રસાદ ખાવાનો છે. પ્રસાદ લઇ બધા મહેલમાં પાછા આવ્યા. એટલે અણમાનીતી રાનીની દાસીએ તેને બધી વાત કરી.
છ રાણીઓ જલ્દી માતા બનવા માટે ઉતાવળી હતી. એટલે ઋષિની વાત માન્ય વગર રાતે જ કેરીઓ છોલીને રાતે જ ખાઈ ગઈ. સાતમી રાની હોંશિયાર હતી. તેણે પોતાની દાસીને મોકલી એ રાણીઓએ ખાધેલી કેરીઓના છોતરા અને ગોટલા મંગાવી લીધા. અને સવારે વહેલા એનો પ્રસાદ તરીકે ખાઈ લીધા.
સમય જતા સાતમી રાણીને ગર્ભ રહ્યો. અને છ રાણીઓને કશું ના થયું. આ વાતની જાન રાજાને થઇ. હવે રાજાને પોતાની સાતમી રાણી પર પ્રેમ આવ્યો. કેમકે તે આ રાજને વંશજ આપવાની હતી. એટલે રાજા સાતમી રાણીના મહેલ પર આવ્યો. તેને મનાવીને પોતાના મહેલમાં લઇ ગયો. તેની ખુબ કાળજી રાખવા લાગ્યો. નવ મહીને સાતમી રાણીએ એક દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. રાજા ખુશ ખુશ થઇ ગયા. તેમને અણમાનીતી રાણીએ રાજ્યની રાજમાતા તરીકે જાહેર કર્યા.