આંખોય વરસી પડી
આંખોય વરસી પડી
અશ્વિનતેનાં રૂમની બારીમાંથી પડી રહેલાં ઝરમર ઝરમર વરસાદને એકિટીશે જોઈ રહ્યો છે. વરસાદને પડતો જોઇને એનાં મન પર એકાએક ઝૂલી છવાઈ ગઈ.
“જેમ હું વરસાદની એક એક બુંદને હું પડી નથી શકતો! તેમ હું ઝુલીના દુખને પણ જાણતો હોવાં છતાં, એને ક્યારેય દૂર નથી કરી શકવાનો.”
મનમાં ઝૂલી વિષે વિચાર આવતાં જ ઝૂલીની છબી નજર સમક્ષ અંકિત થઈ જાય છે.
“અખંડ યૌવનનો થનગનાટ, સુંદરતાની દેવીને જાણે બરફની મૂર્તિ બનાવીને ઉભીરાખી દીધી હોય તેવું તેનું સ્વરૂપ, સૂર્યનાંકોમળ કોમળ સોનેરી કિરણો જેમ ચમકતાં એનાં ગોલ્ડન સાઈનીંગવાળાં એનાં ગુલાબી ગુલાબી ગાલ, ભરપૂર સૌદર્યને મહેકાવતી આટલી સુંદર યુવતી મેં આની પહેલાં ક્યારેય નહોતી જોઈ. એને જોતા જ એના પ્રેમમાં પડવાનું મન થઈ જાય એવું એનું રૂપ, એવું જ એનું આકર્ષણ.”
‘પણ અફસોસ...! ઝૂલીને પ્રેમ કરી પામવી એ એકશમણા બરાબર છે.’
વિચારોનાં વમળમાં ધેરાઈને ક્યારે ઝૂલી પાસેપહોચી જાય છે એની અશ્વિનને પણ ખબર ના રહી!
રાજસ્થાનમાં આવેલ એક મેન્ટલ હોસ્પિટલમાં જ્યારે એણે ઝૂલીને પહેલીવાર જોઈ હતી. જ્યારે મારા ભાભીની ટ્રીટમેન્ટ ડો.શર્માને કરી રહ્યાં હતાં ત્યારે, ડૉ.શર્માના માર્ગદર્શન હેઠળ મારા ભાભીને એ હોસ્પિટલમાં સારવાર અર્થે લગભગ પંદર દિવસ સુધી રાખવામાં આવેલ. એ સમયે હું અને મારા ભાઈ, ભાભીની હેલ્થ વિષે ડો.શર્મા જોડે થોડી ડિસકસ કરી રહ્યાં હતાં. ત્યારેએ જ સમયે એક છોકરી દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. હું દરવાજાની સામે જ બેઠો હતો. મારું ધ્યાન તરત જ એ છોકરી પર પડ્યું. જેવું મારું ધ્યાન એ છોકરી પર પડ્યું કે તરત જ એ છોકરી દરવાજો બંધ કરી પાછી જતી રહી. લગભગ દસ મિનીટ પછી પાછી એ જ છોકરીનું પહેલાં જેમ જ છાનું છાનું દરવાજા પાસે આવવું.
આ વખતે મારી નજર એની આંખો પર પડતાં જ એની આંખોમાં મને નિર્દોષતા દેખાઈ. એ થોડી વધારે વખત દરવાજા પાસે ઊભી રહી એટલે ડો. શર્માનું ધ્યાન એ ઊભેલી છોકરી પર જતાં જ ડો. શર્મા બોલ્યાં, ‘ઝૂલી, તારે સાંજે ચાર વાગે આવવાનું છે બેટા.’
આટલું બોલી ડોકટરે પ્યુનને બેલમારી બોલાવ્યો અને એને ઝૂલીને લઈ જવા કહ્યું.
હું ઝૂલીની આંખોથી જ આકર્ષાઈ ગયો હોવાથી મને એનાં વિષે વધારે જાણવાની જિજીવિષા થઈ. એ કોણ છે? આ તો મેન્ટલ હોસ્પિટલ છે તો અહિયાં તે શું કામ આવી હશે? મારાથી રહેવાયું નહિ મેં તરત જ ડો. શર્માને એના વિષે પૂછ્યું.
‘આ છોકરી અહિયાં કેમ છે? એનું નામ શું છે? શું તે પણ માનસિક રીતે પીડાય છે?’
ડો શર્મા : એનું છોકરીનું નામ ઝૂલી છે. તે અહિયાં આ જ હોસ્પીટલમાં બે વર્ષથી રહે છે. એનું આ દુનિયામાં કોઈ જ નથી. એ નિરાધાર હોવાથી એને અમે આ હોસ્પિટલમાં તેની તમામ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ઝૂલી પણ આ સ્થળને એનું પોતાનું ઘર માનીને જ રહે છે. તમામ સ્ટાફ પણ એને એક પરિવારના સભ્ય તરીકે જ માને છે અને એવી જ રીતે સાચવે પણ છે. આજ સુધી અમને એનાં પરિવાર વિષે કોઈ માહિતી મળી નથી.
(મને લાગ્યું કે માનવતા મરી નથી. હજી પણ ભગવાન માનવીના હ્રદયમાં વસે છે. મને ડો.શર્મા પ્રત્યે ખુબ જ આદર થયો.)
થોડી વાતચીત પત્યા બાદ, હું મારાં ભાભીનાં રૂમ જે બાજું હતો ત્યાં ગયો. પરંતુ મારું મન, મારી આંખો તો ત્યાર પછી હોસ્પીટલમાં ઝૂલીને જ ગોતી રહી હતી.
મને ક્યાંય ચેન નહોતું પડતું. બસ મારે એ છોકરીને જ જોવી હતી. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી નજર પહોચાડીને હું બસ ઝૂલીને ગોતતો રહ્યો.
અચાનક જ ગાર્ડનના એક બાંકડા પાસે મેં ઝૂલીને બેઠેલી જોઈ. એને જોતાંવેંત જ મારા પગએ તરફ જવા ઊપડ્યા. હું એ બાંકડા પાસે બેઠેલી ઝૂલી પાસે પહોંચી ગયો.
એનાં કપડાં પહેરવાની સ્ટાઈલ, એનાંકુદરતી ચમકતાં વાળ એની આંખોમાં અજીબ પ્રકારનું તેજ તેમજ એની બોડી લેન્ગવેજ પરથી મને એ સાધારણ છોકરી બિલકુલ નહિ લાગી. મારી નજર અવિરત પણે એને નીરખી રહી હતી. મને એની પાસે અને એની સામે આમ જોતાં જ એ ખૂબ ગભરાઈ ગઈ. એને મને પૂછ્યું, વોટ્સયોર નેમ પ્લીઝ?
એને અંગ્રેજી પણ આવડે છે. એજાણી મને નવાઈ લાગી. પછી મેં પણ તેની જોડે એક કલાક સુધી અંગ્રેજીમાં જ વાતો કરી વાતોમાં ક્યાંય તેણે તેનાં કોઈ જ ફેમીલી મેમ્બરનો ઉલ્લેખ કર્યો જ નહિ. મેં ઘણું જાણવાનો પ્રયત્ન કર્યો. પણ એ આ બાબતે કશું જ જાણતી નથી એવું જ રાખ્યું.
કાં તે બધું ભૂલી ગઈ છે અથવા તે બધું જ જાણતી હોવાં છતાં અજાણ બનીને રહેવાં માંગતી હશે. એવું મને લાગ્યું.
મારી જોડે એને વાત કરતી જોઈ એટલે એક નર્સ આવી એને પરાણે ત્યાંથી લઈ ગઈ. મને થોડું વધારે અજીબ લાગ્યું.
હવે મારે આ જ હોસ્પીટલમાં લગભગ પંદર દીવસ રહેવાનું જ હતું. એટલે હું ઝૂલીને રોજ મળી શકીશ. મારા મનમાં થોડી ઝૂલીપ્રત્યે શંકા છે. કેટલાંય એનાં જીવન વિશે પ્રશ્નો છે એ હું જાણી શકીશ. એ વિચારમાં જ મારો આખો દિવસ ક્યાં વીતી ગયો એની પણ મને જાણ પણ ન થઈ.
રોજ બપોરના બાર વાગે એટલે ઝૂલી એ જ બાંકડે આવીને બેસતી. હું પણ એની પાસે જઈ એ જ બાંકડે બેસું. કેટલીયે વાતો કરું એની સાથે. એ વાતોથી પાગલ હોય એવું મને ક્યારેય નથી લાગ્યું. પણ હા ક્યારેક એનાં વર્તન પરથી મને લાગતું કે આ છોકરી સાવ પાગલ છે. પણ થોડા અંશે જ. જો એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એ જલ્દી નોર્મલ બની શકે, એવું પણ મને લાગ્યું.
સાચું કહું તો હું ઝૂલીને પ્રેમ કરવાં લાગ્યો હોય એવું મને લાગ્યું. મને એની ખૂબ ચિંતા થતી. કોઈક તો હવે તો ઋણાનુબંધ છે અમારી વચ્ચે એવું મને સતત લાગ્યા કરતું.
એજ હોસ્પિટલમાં એક રામુકાકા હતાં જે ઝૂલીનું ખૂબ જ ધ્યાન રાખતાં. મને એનાં વિશે થોડું વધારે જાણવાની ઈચ્છા હોવાથી હું રામુકાકા પાસે વધારે સમય બેસવા લાગ્યો.
રામુકાકા, આ ઝૂલી પાગલ હોય એવું મને લાગતું નથી. એ કોઈ સારા ખાનદાનની છોકરી હોય તેવું જ મને કેમ લાગે છે. શું તમને પણ એવું જ લાગે છે?
રામુકાકા: હા, સાચું કહ્યું તે ઝૂલી કરોડોની માલકિન છે. એ ઉતરપ્રદેશનાં કોઈ ગામની છે. એનાં પપ્પાની એકને એક છોકરી છે. રાજકુમારી જેમ એનો ઉછેર થયો છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં એનાં પપ્પાનું અને એની મમ્મીનું મૃત્યુ થયું. એને પણ માથાનાં ભાગે થોડી ઈજા થઈ. આ વખતે એનાં સગા કાકાએ એકકાવતરું રચ્યું. એનાં નામે જે મિલકત છે બધી જ એમને પચાવી પાડવી હતી. એમને ઝૂલીની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. ઝૂલી ધીરેધીરે સ્વસ્થ થવા લાગી. એમને થયું કે જો આ ઝૂલી હવે સાજી થઈ રહી છે ધીરે ધીરે, તો હવે હું આમ સ્વતંત્ર રીતે એની આ મિલકત નહિ વાપરી શકું ક્યારેય. પણ હા, જો આ પાગલ બનશે તો જ હું એની તમામ મિલકતને ભોગવી શકીશ. આવો ખતરનાક વિચાર એનાં અંકલના મગજ પર સવાર થયો, ને કર્યું કાવતરું નિર્દોષ છોકરી વિરુદ્ધ.
ત્યાર પછી, તરત જ ઝૂલીને ત્યાંથી અહિયાં શિફ્ટ કરી દીધી. જ્યારે ઝૂલી અહિયાં આવી ત્યારે માત્રને માત્ર આઘાતમાં જ હતી. પછી જેમ જેમ દિવસો વીતતાં ગયાં એમ એમ તે વધારેને વધારે પાગલ થતી ગઈ અત્યાર સુધીમાં એ પચાસ ટકા પાગલ ડો. શર્માની દયાથી બની ચૂકી છે!
‘ડો. તો ભગવાન કહેવાય ગાંડાને સાજા કરે પણ આ કેવી માનવતા? અહિયાં તો સાજી વ્યક્તિને ગાંડા કરવાનાં મહિને પચાસ હજાર લેવામાં આવે છે.’
‘આટલું બોલતાં રામુકાકાનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો અને એક ડૂસકું સંભળાયું.’
ઝૂલીનું દુઃખ યાદ આવતાં જ અશ્વિનની આંખ પણ આ વરસાદને સાથ આપવા આંખોય વરસી પડી!
કલાકોનાં કલાકો સુધી એની આંખો અવિરત વહેતી રહી!
