પુરુષ - સ્ત્રી એટલે શું ?
પુરુષ - સ્ત્રી એટલે શું ?
પુરુષ એટલે શું ? સ્ત્રી એટલે શું ?
કુદરતના સાનિધ્યમાં ફક્ત આત્મા જ હોય છે. ત્યાં કોઈ પુરુષ કે સ્ત્રીનો ભેદ નથી.
પણ જયારે એ કર્મો પ્રમાણે દેહ ધારણ કરે છે ત્યારે એ પુરુષ કે સ્ત્રીના રૂપમાં પ્રગટ થાય છે.
પુરૂષ એટલે શું ?
પુરુષ એટલે એક પૂર્ણ આત્મા.
પુરૂષને એક બંધારણ હોય છે. માટે જ એ સ્થિર મનવાળો હોય છે. એની પ્રકૃતિ ગંભીર ઊંડાણપૂર્વક વિચારવાળી હોય છે.
અને એટલે જ કદાચ પુરુષ કોઈ આભૂષણ વડે બંધાયો નથી.
પુરુષમાં લાગણીઓ વ્યક્ત કરવી કે કહેવી ક્યારેય નથી ગમતી હોતી..
સ્ત્રી એટલે શું?
સ્ત્રીનું બીજું નામ નારી. નારી એટલે "ન + અ રિ" જેનો કોઈ શત્રુ નથી એ.
નારીને કોઈ જ બંધારણ નથી. ક્યારેક શક્તિરૂપ ધરીને ભૌતિક ક્ષેત્રે ક્ષિતિજ આંબવા ડગ ભરે, તો ક્યારેક સરસ્વતી રુપે પોતાના જ સંતાનને શિક્ષા આપે.. તો ક્યારેક અન્યાય સામે પોતાના હક્ક માટે લડવા પોતાની સુંદરતા ભુલીને મહાકાળી બને.
સપ્તપદીના સાત ફેરામાં સ્ત્રીનું સ્થાન સદા પાછળ હોય છે.. એનું કારણ એક જ કે આગળ રહેલ પુરુષ એ જીવનની દિશા નક્કી કરે છે. પણ પાછળ રહેલી સ્ત્રી દિશા તરફ જવાની શક્તિ પુરી પાડે છે.
સ્ત્રીના સાથ વગર પુરુષ અને પુરુષના સાથ વગર સ્ત્રીની અધુરપભરી સ્થિતિ મહસૂસ થાય છે. અને યોગ્ય દિશા તરફ પ્રયાણ કરવું ક્યારેક અશક્ય બની જતું હોય છે.
