આકાશ ની ગાંધીગીરી
આકાશ ની ગાંધીગીરી


અગિયારમી સપ્ટેમ્બર ૧૮૦૫, મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનનો વધુ એક મહત્વપૂર્ણ દિવસ. આ દિવસે ગાંધીજીના જીવનનાં પ્રથમ સત્યાગ્રહની પ્રથમ સભા યોજાઈ હતી. સત્યાગ્રહની શતાબ્દી જરા જુદી રીતે ઉજવવી જોઈએ એવું લાગ્યું.
આથી અગિયારમી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ આગળ એક પ્રશ્ન વહેતો મુક્યો.
“આપણે આપણા જીવનમાં સત્યનો આગ્રહ કેવી રીતે રાખી શકીએ ?”
વિદ્યાર્થીઓએ એમનાં સત્યના અનુભવને આધારે આ પ્રશ્નના જવાબરૂપે સાહજિક અભિવ્યક્તિ રજુ કરી. વર્ગખંડમાં પહેલી હરોળમા બેઠેલા આકાશ નામનાં વિદ્યાર્થીને વાત સ્પર્શી ગઈ.
આકાશે ઇન્ડિયા ટુડે સાપ્તાહિકમા લાગે રહો મુન્નાભાઈ ફિલ્મ વિષે એક લેખ વાંચ્યો હતો. એ લેખમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ગાંધીજીના વિચારો પર આધારિત છે.
એ લેખ વાંચી નવાઈ લાગી કે ટપોરી મહાત્માગાંધીનાં વિચ
ારો ? એટલે મનોમન ફિલ્મ જોવાનું નક્કી કર્યું. ઘરેથી પરવાનગી મળવાની ના હતી . આથી પુર્વાનુભવનાં આધારે એટલું જાણ્યું કે ઘરે જાણ કરવી નહી. વિદ્યાપીઠમાં જરૂરી તાસ ભરી અમદાવાદના સિનેમાગૃહમાં ફિલ્મ માણી. અને ઘરે મોડું થયાનું બહાનું પણ તૈયાર જ હતું, કે ગ્રંથાલય મા મોડે સુધી વાંચતો હતો.
લગે રહો મુન્નાભાઈ ફિલ્મે એના માનસપટ પર ચઢાઈ કરી. ગાંધી વિચારનું અજવાળું આકાશને પ્રભાવિત કરવા પુરતું હતું. પત્રકારત્વના આ વિદ્યાર્થીને એટલી ખબર હતી કે કોઈ પણ ચલચિત્ર બહુ મોટી ક્રાંતિ કરી શકે.
આ ફિલ્મ જીવનમાં પરિવર્તન લાવવા નિમિત્ત બન્યું. પોતાના પિતાજી સમક્ષ સત્ય બોલવાનો નિર્ણય કરી લીધો. સત્ય સાથે રેહવા પ્રેરણા આપી. અને સત્યથી એના પિતાજી એને માફ પણ કરે છે. ઠપકાના કાલ્પનિક ડરને લીધે જ જુઠ બોલવું પડે છે. અને તે ડર હવે દુર થઇ ગયો. કોઈ વ્યક્તિના દિલના દ્વાર ખોલો તો સત્ય આપોઆપ પ્રવેશી જશે.