Paras Dave

Inspirational Others

4  

Paras Dave

Inspirational Others

આબરૂ

આબરૂ

2 mins
14.8K


આબરૂ તો મારી નાખે...

આમ તો આબરૂ એ સ્ત્રી માટે જ દાવેદાર હોય એમ લાગતું હોય પણ જ્યારે એ પુરુષ પર આવી પડે ત્યારે એ કાંતો ઇતિહાસ બનાવી નાખે નકા જીવ લઇ લે. આવી જ એક ઘટના બની કચ્છના છેડે આવેલ એક ગામમાં.

ગામમાં એક મણિલાલ માસ્તર રહે. મણિલાલ માસ્તર એટલે જેને ચાર બાળકોને લઈને એક ઓરડીમાં નિશાળ ચાલુ કરી. અને ધીમે ધીમે આ વડલો ફાલીને વટવૃક્ષ થવા લાગ્યું. અને એમનો દીકરો હીરાલાલ પણ માસ્તર બની ગયો અને એજ ગામમાં. આ બાપ દીકરાનો ગામમાં મોભો પણ એટલો કે ગામમાં એમનો પડ્યો બોલ ઝીલાય. એમાં એક હીરાલાલનો ભાઈ જેવો મિત્ર વીરો પણ તલાટી બની ગયો.

વીરો અને હીરાલાલ બન્ને એક એકબીજાના અડધા અંગ. વીરો આખો દિવસ હીરાલાલને ઘરે જ હોય. લગન પછી પણ નવવધૂની ફરિયાદ હીરાલાલને જ મળે. એવામાં વીરાને માનસિક બીમારી લાગી અને ઘર આખું ખુંવાર થવા લાગ્યું. હીરાલાલથી આ નતું જોવાતું અને એ વીરાને લઇને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનો સુધી સારવાર કરાવી.

ધીમે ધીમે વીરો ઠીક થવા લાગ્યો પણ હવે આ વીરો કાંક અલગ હતો એવામાં એને બીજા કેટલાક નવા મિત્રો મળી ગયા જેને આની સંપત્તિ અને હીરાલાલ જેવા મિત્ર બન્નેથી ઈર્ષા હતી. એટલે ધીમે ધીમે આ વીરો હીરાલાલથી દૂર થયો અને મિત્રતા દુશમનાવટમાં ફરી.

મિત્ર શત્રુ બને એ વધુ ઘાતક હોય. રોજ હીરાલાલ વિરુદ્ધ અરજી આવે એક દિ' નિશાળની ફરિયાદ હોય તો બીજે દિ' ઘરની કાયદેસરતાની. આમ વીરાનો ઉપયોગ થવા લાગ્યો. એવામાં વીરાની જ બદલી થયી ગયી છેક નખત્રાણા અને એ ત્યાં ગયો. ત્યાં ગયા પછી ત્યાંના એક સજ્જન એમને મળ્યા જે આ બન્ને વિષે જાણે. એને વીરાને ઢંઢોળ્યો અને કીધું કે હીરાલાલ નહોત તો તું નહોત.

વીરા નીચે જાણે ધરતી ખસી અને એને સીધો કર્યો ફોન સામે હીરાલાલનો અવાજ આવ્યો પણ વીરાથી કઈ બોલાણું નહીં.

આ ગામ આખામાં એક હીરાલાલને ઘરે જ ફોન એટલે વળી બીજો ફોન આવ્યો કે તમારા ગામના વીરા એ આત્મહત્યા કરી છે અને અહીંથી અમે એમને મૂકવા આવીએ છીએ. હીરાલાલ પણ ફસડાઈ પડ્યો... અને બોલી પડ્યો કે આબરૂ જાય એના કરતા શરમ જતી હોત તો આ દિ' ન હોત...


Rate this content
Log in

More gujarati story from Paras Dave

Similar gujarati story from Inspirational