Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૯૨.

આ તે શી માથાફોડ ! - ૯૨.

1 min
7.5K


તમને શું લાગે છે ?

શિવજીભાઈ બહુ કડક હતા. ઘરમાં ચાર છોકરાં: રતુ, અમૃત, ધીરી ને છબલ. ચારે છોકરાં એમનું નામ સાંભળીને ધ્રૂજે. શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય. કોઈ ચૂં કે ચાં ન કરે. શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાહ્યુંડમરું. જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કૂદાકૂદ, ધક્કંધક્કા, ગમ્મતરમત, નગંનાચા. ચોપડી તો હાથમાં યે કોણ લે ?

શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરાં કેવાં ડાહ્યાં અને કામઢાં છે ? શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે જોયું, મારો રોફ કેવું સરસ કામ કરે છે ?

શિવજીભાઈ ભલે એમ ધારે, પણ તમને સૌને શું લાગે છે ?


Rate this content
Log in

Similar gujarati story from Classics