STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૯૦.

આ તે શી માથાફોડ ! - ૯૦.

1 min
15.6K


નાની વિદુ રડવા લાગી

"કેમ શું છે બેન ? કોણે લગાડ્યું ?"

"કહે તો ખરી, કોણે માર્યું ?"

વિદુ રડતી હતી.

ચિડાઇને બાએ કહ્યું: "આ છેને ચંપલી, એણે માર્યું હશે."

બાપાએ ઉમેર્યું: "ચંપલીની ટેવ જ એવી છે. જો કોઇ દિ' વિદુને હાથ અડાડ્યો છે તો !"

બાએ ચંપા સામે હાથ ઉગામ્યો: "જો આ ચંપા છે જ એવી !"

વિદુએ રડવું અટકાવી કહ્યું: "બા, ચંપાએ મને નથી માર્યું; એ તો એનાથી મને લાગી ગયું. ચંપાનો વાંક જરા યે નથી."


Rate this content
Log in

Similar gujarati story from Classics