તારા સમો
તારા સમો
એક સાથી હોય જે તારા સમો,
જિંદગી જીવાય જે તારા સમો,
ઝંખના જેને હશે ઈશ્વર તણી,
પરહિતે હરખાય જે તારા સમો,
ના રહે બસ લાલસા પૈસા તણી,
સદગુણો પરખાય જે તારા સમો,
ઉચ્ચરે જે વાત વાણી હો પરા,
શાંત એ દેખાય જે તારા સમો,
હમસફર એ હરકદમ પર હોય જે,
સાથથી પંકાય જે તારા સમો.