STORYMIRROR

MAHESH JOSHI

Classics Drama

3  

MAHESH JOSHI

Classics Drama

શ્રી કૃષ્ણ મોરારી

શ્રી કૃષ્ણ મોરારી

2 mins
3.3K


તું કર્મનો છે અધિકારી, એમ કુરુક્ષેત્રમાં અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ મોરારી,

કર્મની ગતિ છે ન્યારી, તું મનમાં લે વિચારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૧)


પાંચ પાંડવ પુરા જ્ઞાની, સહદેવ ભવિષ્યના જાણકારી,

પાસા સોગઠે પાંડવ રમે, બની બેઠા જુગારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૨)


દિલ્હી હસ્તિનાપુર રાજ હાર્યા, હાર્યા દ્રોપદી નારી,

કૌરવોની સભામાં દ્રૌપદીને લાવે, ચીર ખેંચે દુ:સાશન દુરાચારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૩)


દુર્યોધન કહે ખોળામાં બેસો,

દાસી થયા છો અમારી,

સભામાં બેઠા જુએ સતીયા પુરુષ, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય,

બાણશૈયા પર ભીષ્મ યોધ્યા એવી છ મહિના કરી પથારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૪)


દ્રોપદી ધ્વારકાધણીને આરાધે, લાજ રાખો પ્રભુ તમે મારી,

હાજર હાથે ચીર પૂરે વ્હાલો, ગરુડે ચડીને આવ્યા ગિરધારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૫)


નવસો નવ્વાણુંનું દેણું ચૂકવ્યું, એક અમર સાડી ઓઢાડી બેન ધારી,

દ્રૌપદીને શરતમાંથી તમે છોડાવી, દુર્યોધન કહે આ જોવે નારી છે કામણગારી,

ગર્જના કરી ભીમ બોલ્યો, સંભાળ દુર્યોધન વ્યભિચારી,

તેર વરસ તાગડધિન્ના કરે, ચૌદમે વરસે અહિ ચિતા ખડકાશે તારી,

તારા ખોળામાં મારી ગાદા બેસશે, એવી પ્રતિજ્ઞા છે મારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૬)


બ્રહ્માનંદ શરણે કહે વાજેરામ મહારાજ, તમે ગીતાનું જ્ઞાન લો અંતરમાં ઉતારી,

કર્મની ગતિ છે ન્યારી, તું મનમાં લે વિચારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૭)


કર્મથી ન બંધાયો મહેશ મારો, સ્વર્ગે સીધાવ્યો હતો જ્ઞાની બ્રહ્મચારી,

આત્માને ઓળખી લ્યો, તો પછી મોત આલે વ્હાલો કૃષ્ણ મોરારી

કર્મની ગતિ છે ન્યારી, તું મનમાં લે વિચારી ... કર્મની ગતિ છે ન્યારી ... (૮)


Rate this content
Log in

Similar gujarati poem from Classics