પરીરાણી
પરીરાણી
આંખલડીમા અમી છલકાવતી,
માવડી મારી જાણે કે, પરીરાણી,
હૈયડે હેત બારે માસ વરસાવતી,
માવડી મારી જાણે કે, પરીરાણી,
સ્વર્ગનું સૌંદર્ય ચેહરા પર દેખાડતી,
માવડી મારી જાણે કે, પરીરાણી,
મારું માથું એમના ખોળામાં રાખીને થાક મારો ઉતારતી,
માવડી મારી જાણે કે, પરીરાણી,
પ્રેમાળ હૃદયથી મુજને પંપાળતી,
માવડી મારી જાણે કે,પરીરાણી,
ધરતીમાં સ્વર્ગ સજાવતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
