STORYMIRROR

MINAKSHI TRIVEDI

Inspirational Others

3  

MINAKSHI TRIVEDI

Inspirational Others

મોટાઈ

મોટાઈ

1 min
221

વહાલથી પપ્પા ને અમે કહેતા 'મોટાઈ'..!

ભલે હયાત નથી આજે તમે, પણ ગૌરવ અમને છે સંતાન અમે એ પિતાના છીએ, જે હતા વીર 'સ્વાતંત્ર્ય સેનાની'.


પરતંત્ર હતો દેશ આપણો ત્યારે,ઓગણીસ વર્ષની નાની ઉંમરમાં બ્રિટિશ સરકારમાં મળી નોકરી આપને, 'પીએસઆઇ'નો હોદ્દો મળ્યો.

ફાયદો ઉઠાવી તેનો તમે બ્રિટિશ સરકારની બાતમી સઘળી પહોંચાડતા રહ્યા પૂ.ગાંધીજી સુધી.


ચક્રવ્યૂહ સઘળા બ્રિટિશરોના સિફતથી જણાવ્યા તમોએ, આપણા 'આઝાદીના ઘડવૈયાઓ' ને..

બબ્બે ઘોડા હાંકી એક સાથે  પહોંચતા છાના તમે બાપુ સુધી.


શ્રી સુભાષ ચંદ્ર 'બોઝ'ને જ્યારે મળ્યો હુકમ 'તડી પાર કરો ' અને 'દેખો ત્યાંથી ઠાર કરો' ત્યારે લીધી આ જવાબદારી તમે પછી ઘોડા પર બેસાડી લઈ ગયા.

અડધે રસ્તે પહોંચ્યા પછી,હાથ મિલાવી..ભેટીને તમે પહેરાવ્યો તેમને તમારો યુનિફોર્મ..જેથી ઓળખી ન શકે કોઈ 'જન' તેમને

ઘોડા સહિત પરત મોકલ્યા એમને..કામ આગળ કરવાને આઝાદી ને કાજ.. સૂત્રધાર બન્યા 'પૂ.બાપુ'ના તમે આઝાદીની જંગમાં 'બાતમીદાર' બની કર્યા કામ આઝાદી મેળવવા કાજ..


અથાગ મહેનત ને બલિદાન પછી આઝાદી મળી જ્યારે દેશને હર્ષાશ્રુ સહીત છોડી નોકરી..

રક્ત દાનનો મહિમા બતાવી કર્યું રક્ત દાન બસ્સો વખત..


આપની ઈચ્છા મુજબ મૃત્યુ પછી થયું 'ચક્ષુદાન' અને 'દેહદાન' પણ અંતે થયું,

મને ગર્વ હંમેશા છે અને રહેશે 'દેશદાઝ નસ નસમાં જેની 'દીકરી' હું એ પિતાની છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from MINAKSHI TRIVEDI

મોટાઈ

મોટાઈ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational