Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

લાભ જ લેવો હોય તો

લાભ જ લેવો હોય તો

1 min
7.4K


લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં

કૂંચી રે બતાવું અપાર રે,

એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે

ને લાગે ભજનમાં એક તાર રે...

લાભ જ લેવો હોય તો


પ્રથમ મુખ્ય ધારણ રાખો ને

દશાને રાખો ગંભીર રે,

નિયમ બારુ બોલવું નહીં ને

ધારણા રાખવી ધીર રે...

લાભ જ લેવો હોય તો


આહાર તો સર્વ સત્વગુણી કરવો

ને રૂડી પાળવી રીત રે,

ગુરૂજીના વચનને મૂકવું નહીં

ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે... લાભ જ લેવો હોય તો


ખટમાસ એકાંતે આસન જીતવું

ત્યારે અર્ધો યોગ થ્યો કહેવાય રે,

ગંગા સતી એમ રે બોલિયા

પછી અભ્યાસ વધતો જોને જાય રે...

લાભ જ લેવો હોય તો


Rate this content
Log in

Similar gujarati poem from Classics