Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

ખરીદી જો

ખરીદી જો

1 min
385


મળે નહીં પૈસાના મોલે સુખ એકેય

એ તો મળે અંતરના નાદે હોય લખેલ,

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો..


જેની પાછળ દોટ મૂકે માનવી આંધળી

એ માત્ર ક્ષણિક સુખની છે કેડી અંધારી

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો..


પ્રેમના તાંતણે અપનાવી જો તું હરખે

મળશે હરખે આનંદ સૌનો તારે હૈયે

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો..


પ્રકૃતિની ગોદમાં ભરપૂર સુંદરતા દીઠી

હોય જો એને માણવાની નજર મીઠી

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો..


વાદ વિવાદમાં વેડફાઈ આખી જિંદગી

ન રહે ધ્યાન પછી કરવા ઈશ્વરની બંદગી

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો..


બંગલા અને ગાડી હોય ભલે મોટા ને મોટા

એના થકી મનના ભાવ થઈ શકે નહીં મોટા

પૈસાથી ખુશી ખરીદી શકાય તો ખરીદી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational